ભારતની સંસદ (istockphoto.com)

કોરોનાની ગાઇડલાઇન સાથે સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીએ ચાલુ થશે. આ સત્ર દરમિયાન સરકાર પહેલી ફેબુ્આરીએ નાણાકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ રજુ કરશે. સંસદના બજેટ સત્રમાં વિપક્ષ સરકારને ખેડૂતો સહિતના મુદ્દે ઘેરે તેવી પણ શક્યતાઓ છે.

29મી તારીખે સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ બજેટ સત્ર શરૂ થશે. બે તબક્કામાં શરૂ થનારા બજેટ સત્રમાં પ્રથમ તબક્કો 29મી જાન્યુઆરીએ શરૂ થઇને 15મી ફેબુ્રઆરી સુધી ચાલશે. બાદમાં એક વિરામ પછી આઠમી માર્ચથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થશે અને આઠમી એપ્રિલ સુધી ચાલશે.

નાણાપ્રધાન નિર્મલા સિતારામણ પહેલી ફેબુ્રઆરીએ બીજી વખત દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. જોકે દેશની નબળી આિર્થક સિૃથતિને પગલે વિપક્ષ બજેટ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા અંગે કોઇ નિરાકરણ ન આવ્યું તો સંસદમાં આ મામલે પણ હોબાળો થવાની પુરી શક્યતાઓ છે. સરકારે અગાઉ કોરોના મહામારીનું કારણ આપીને શિયાળુ સત્ર જ રદ કર્યું હતું, તેથી હવે વિપક્ષને બજેટ સત્રમાં સરકારને ઘેરવાનો મોકો મળી મળશે.