(Photo by Jane Barlow - WPA Pool/Getty Images)
  • વૃદ્ધો એકલા મૃત્યુ પામે છે તેવા આઘાતજનક અહેવાલો વચ્ચે, સંતાનો અને સંબંધીઓને સગાસંબંધીઓને અંતિમ વખત મળવા દેવા કેર હોમ્સને આદેશ આપવામાં આવ્યો છે.
  • બ્રિટનમાં કોવિડ-19ના કારણે મૃત્યુની સાચી સંખ્યા 19,500 હોવાનો અંદાજ છે.
  • આર્થિક મંદીના માહોલ વચ્ચે કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના માટે મિનીસ્ટર પર ભારે દબાણ છે.
  • ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ રસીના પરીક્ષણો આવતા અઠવાડિયે મનુષ્ય પર શરૂ થશે અને તે રસી ઓટમ પહેલા તૈયાર થઈ જશે તેવી જાહેરાત કરી છે.
  • એવો દાવો કરવામાં આવે છે કે ચાઇનીઝ નેતાઓએ કોરોનાવાયરસ સંકટ વિષે તા. 14 જાન્યુઆરીના રોજ ખબર પડી ગઇ હતી કે તેઓ આરોગ્યની મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે પણ રાષ્ટ્રપતિ શીએ 20 જાન્યુઆરીએ જ લોકોને ચેતવણી આપી હતી.
  • ડબ્લ્યુએચઓ નિષ્ણાંતે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘’આફ્રિકા ખંડમાં તબાહી થઇ શકે છે અને ભારત પર હિમપ્રપાતનુ તોફાન આવી શકે છે. યુ.એસ. અને યુરોપમાં કોરોનાવાયરસ ચાર વખત ઉથલા મારી શકે છે.’’
  • રોગચાળાએ વિશ્વભરના બે મિલિયનથી વધુ લોકોને ચેપ લગાડ્યો છે પરંતુ નિષ્ણાતો માને છે કે સાચા આંકડા ઘણા લોકોએ ક્યારેય તપાસ્યા નથી, કેમ કે તેમના લક્ષણો હળવા છે.
  • જર્મનીમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુમાં નોંધપાત્ર વધારો હોવા છતાં, એવી અપેક્ષા છે કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ટૂંક સમયમાં દુકાનો અને શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપશે.
  • આગામી મહિનાની શરૂઆતમાં પ્રાથમિક શાળાઓ અને તમામ દુકાનો ખોલવા દેવા બાબતે કેબિનેટમાં જોરશોરથી તકરાર ચાલી રહી છે.
  • ત્રણ મહિનાનુ લોકડાઉન કરવામાં અવશે તો જીડીપી 35 ટકા તૂટી જશે અને બે મિલિયન લોકો તેમની નોકરી ગુમાવશે અને મંદી 300 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ રહેશે.
  • ડેનમાર્ક આજે શાળાઓ ફરી શરૂ કરનારો યુરોપનો પ્રથમ દેશ બન્યો છે અને આગલા તબક્કામાં રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસરને દુકાનો ખોલવાની મંજૂરી આપશે. જોકે મોટા જાહેર મેળાવડા પરનો પ્રતિબંધ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
  • રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત સ્પેન અને ઇટાલીમાં બિલ્ડરો, સફાઇ કામદારો, બાંધકામ, ફેક્ટરી અને શિપયાર્ડના કર્મચારીઓને ફરીથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે મેટ્રો, ટ્રેન અને બસ નેટવર્ક પર લાખો માસ્ક આપ્યા હતા.
  • નવા વેન્ટિલેટરની ડિઝાઇનને રેગ્યુલેટરે મંજૂરી આપતા સરકારે પેનલોનના પ્રીમા ES202 મોડેલના 15,000 વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે.
  • હેનકોકે આગ્રહ કર્યો હતો કે સરકાર મહિનાના અંત સુધીમાં રોજના 100,000 ટેસ્ટ કરશે. પરંતુ સરકાર હજી પણ 25,000 ટેસ્ટની વર્તમાન ક્ષમતાનો ઉપયોગ કેમ નથી કરતી તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.
  • રાબે કહ્યું હતુ કે ‘’બીમાર બનેલ વ્યક્તિ ‘લગભગ ચોક્કસપણે’ એકથી વધુ વ્યક્તિને ચેપ લગાડતો નથી. તેમ છતાં, કેટલીક હોસ્પિટલો અને કેર હોમ્સમાં રોગચાળાની સમસ્યા હજી પણ વ્યાપેલી છે.
  • સીમ્ટમ્સ ટ્રેકિંગ એપ્લિકેશનમાં તા. 16ના રોજ જણાયુ હતુ કે કિલર વાયરસના કહેવાતા લક્ષણો જેવા કે ઉધરસ અને તાવમાં એક પખવાડિયામાં 70 ટકાનો ઘટાડો થયો છે.
  • ઈમ્પિરીયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે વાયરસના ફેલાવાને રોકવા માટેના કડક પગલાંથી મોતની સંખ્યા આશરે 20,000 જેટલી થશે. પણ જો લોકડાઉન ન લાગાવાયુ હોત તો 5 લાખ લોકો મરણ પામે તેવુ અનુમાન હતુ.
  • ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને ડચેસે જાહેર કર્યું કે તેઓ ઇસ્ટરની રજાઓ દરમિયાન તેમના બાળકોને કહ્યા વગર જ હોમસ્કૂલીંગ કર્યુ હતુ.
  • લંડનના મેયર સાદિક ખાને ટ્યુબ અને બસોમાં ફરજિયાત માસ્ક પહેરવાની હાકલ કરી છે.
  • નિકોલા સ્ટર્જને મંત્રીઓને વિનંતી કરી છે કે તેઓ લોકો પુખ્ત વયના છે તેમ માનીને વર્તન કરે.
  • યુકેની કોરોનાવાયરસ સ્ક્રિનિંગ નીતિ વિશે પ્રશ્નો ઉભા થયા છે કારણ કે દરરોજ 15,000 લોકો બ્રિટનમાં ટેસ્ટ વગર પ્રવેશે છે.
  • ઇંગ્લેન્ડ 1966 વર્લ્ડ કપના વિજેતા અને લીડ્સ યુનાઇટેડના નોર્મન હન્ટરનું કોરોનાવાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થયાના એક અઠવાડિયા પછી 76 વર્ષની વયે મૃત્યુ થયું હતુ.
  • ત્રીજી પુત્રીને જન્મ આપ્યા પછી એક જ અઠવાડિયામાં ડાયાબેટીક માતાનુ કોરોનાવાયરસથી મૃત્યુ થયું હતું
  • ગંભીર બીમાર દર્દીઓને એક જ અઠવાડિયામાં સાજા કરવામાં મદદ કરતી પ્રાયોગિક ઇબોલા દવા મળી આવ્યા પછી કોરોનાવાયરસ માટે આશા ઉભી થઈ છે.
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્પષ્ટ સમર્થનથી યુ.એસ.માં લોકડાઉન વિરોધી વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે.
  • બીજી તરફ જર્મનીનું કહેવું છે કે તેમને ત્યાં રોગચાળો કાબૂમાં છે અને વાયરસ ધરાવતી દરેક વ્યક્તિ સરેરાશ એક કરતાં ઓછી વ્યક્તિને ચેપ લગાવે છે.
  • ચીને વુહાનમાં ફાટી નીકળેલ રોગચાળાને છુપાવ્યો હોવાનુ નકારી કાઢ્યુ છે.