કોરોનાવાયરસમાં BAME મેડિક્સના મૃત્યુમાં વિટામિન ડીની ઉણપની ભૂમિકા

રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા સહિત ઘણા કારણોસર વિટામિન ડી જરૂરી છે અને એવી વાજબી સંભાવના છે કે વિટામિન ડી રિપ્લેસમેન્ટ, બ્લેક, એશિયન, માઇનોરીટી અને એથનિક (BAME) સમુદાયના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે’’ એમ ક્રેપસ્ટોન, ડેવોનના ડો. કોલિન બેનને જણાવ્યુ હતુ.

રોગપ્રતિકારક શક્તિની યોગ્ય કામગીરી સહિત ઘણા કારણોસર વિટામિન ડીની જરૂર પડે છે. તે ત્વચા પર પડતા સૂર્યપ્રકાશની ક્રિયા દ્વારા તેના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. પરંતુ શ્યામ ત્વચા હોવાથી અને પૂરતો સૂર્યપ્રકાશ ન હોવાથી વિટામિન ડી પૂરતા પ્રમાણમાં શરીરમાં તૈયાર થતુ નથી. જો દરરોજ 5000iu જેટલુ વિટામિન ડી3 ટેબ્લેટ સ્વરૂપે લેવામાં આવે તો તેની ઉણપ ઓછી થાય છે. અને હવે આ સંજોગોમાં શ્યામ ત્વચાવાળા લોકોની તાતી જરૂરિયાત થઇ ગઇ છે. એવી વાજબી સંભાવના છે કે વિટામિન ડી રિપ્લેસમેન્ટ, BAME સમુદાયનુ જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

કોરોનાવાયરસના નિયમોનો ભંગ કરનારા લોકોને પોલીસે પેનલ્ટી નોટીસ આપી

રોગચાળાના પ્રભાવને ઓછો કરવા માટે રચાયેલ ઇમરજન્સી લેજીસલેસન હેઠળ કોરોનાવાયરસના નિયમોનો ભંગ કરતી વ્યક્તિઓને મેટ્રોપોલિટન પોલીસે સેંકડો ફિક્સ પેનલ્ટી નોટિસ (એફપીએન) આપી કાયદેસર કાર્યવાહી કરી રહી છે.

સોમવાર સુધીમાં એસીઆરઓ ક્રિમિનલ રેકોર્ડ્સ ઑફિસમાં પોલીસ દ્વારા રજૂ કરાયેલ એફપીએનની કુલ સંખ્યા 81 હતી. પરંતુ મેટ પોલીસની પ્રોસેસ્ડ કરવામાં આવેલી કુલ એફપીએનની સંખ્યા ઘણી રહેવાની ધારણા છે.

આસિસ્ટન્ટ કમિશનર માર્ક સિમોન્સે જણાવ્યું હતું “બહુમતી લોકો સરકારી નિયમોનું પાલન કરે છે. પણ થોડાક લોકો સમજાવવા છતાં સૂચનોનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં પોલીસે નવા પાવર્સનો ઉપયોગ કર્યો છે. લંડનમાં કુલ નોંધપાત્ર ગુનાઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે અને ઓછા લોકો 999 ડાયલ કરે છે. નોનઇમર્જન્સી કૉલ્સનુ પ્રમાણ પણ ઘટ્યુ છે.

વચ્ચેની સીટ ખાલી રાખવાથી વિમાન ભાડામાં વધારો થશે

લૉકડાઉન ખુલ્યા પછી વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવાના કારણે વિમાનો ઓછા મુસાફરો સાથે ઉડવાથી ઇઝિ જેટ જેવી બજેટ એરલાઇન્સ પોતાના ભાડામાં 50%નો વધારો કરશે અને આ નિયમથી એરલાઇન્સનુ વ્યવસાયિક અર્થતંત્ર નબળું પાડશે.

ગયા અઠવાડિયે, ઇઝિ જેટ, વિઝ્ડ, ડેલ્ટા અને અમેરિકન સહિતના કેરિયર્સે જાહેરાત કરી કે તેઓ વચ્ચેની બેઠકો ખાલી રાખી વિમાનમાં સામાજિક અંતર જાળવી રાખશે. આથી A320-200 વિમાનોમાં મુસાફરોની સંખ્યા 180થી ઘટીને 120 થશે. આમ છેલ્લા 25 વર્ષથી માણવામાં આવતી સસ્તી ફ્લાઇટ્સનો યુગ સમાપ્ત થશે. બ્રેક ઇવન સુધી પહોંચવા માટે ફ્લાઇટની 75થી 80% સીટ વેચાવી જરૂરી હતી જે . બ્રેક ઇવન મીડલ સીટ ખાલી રાખવાના કારણે 66% સીટના વેચાણનો થશે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી નથી, ગ્રાન્ટ શેપ્સે રેડિયો 4ના ટુડે પ્રોગ્રામને કહ્યું હતું કે તેઓ ઉનાળાની રજા બુક કરવાના નથી અને કદાચ દસ હજાર બ્રિટીશ પ્રવાસીઓ પણ તેમ કરશે.

પ્રિન્સ ચાર્લ્સને ઘરમાં પૂરાઇ રહેવુ પસંદ નહોતુ

પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સને કોરોનાવાયરસ થયો હોવાનુ નિદાન થયા બાદ તેમને ઘરમાં પૂરાઇ રહેવુ પસંદ નહોતુ અને આ સ્થિતી તેમને માનસિકરૂપે “મુશ્કેલ” લાગી હતી અમ તેમના પુત્ર ડ્યુક ઑફ કેમ્બ્રિજે પ્રીન્સ વિલીયમે જાહેર કર્યું હતુ.

રાષ્ટ્રના માનસિક સ્વાસ્થ્ય પર રોગચાળાના પ્રભાવ વિશે બીબીસીને આપેલી મુલાકાતમાં પ્રિન્સ વિલિયમે કહ્યું હતું કે ‘’મારા પિતા તેમના સ્કોટીશ ઘરમાં આઇસોલેટ થયા હતા જ્યારે ડચેસ ઑફ કૉર્નવોલ ઘરના બીજા ભાગમાં રહેતા હતા. આ તેમને મુશ્કેલ લાગ્યું હતુ કેમ કે તેઓ બહાર ચાલવા માટે પણ સમર્થ ન હતા. તેમની વય જોતા હું ખૂબ ચિંતિત હતો. મારા પિતાને વર્ષોથી છાતીમાં ઘણી વખત ચેપ, શરદી અને અન્ય બીમારીઓ થઈ છે અને તેથી મને ચિંતા થઇ હતી. તેમને ચાલવું પસંદ છે. પણ તેઓ બહાર જઇ શક્યા ન હોવાથી તેમને તે ખૂબ મુશ્કેલ લાગ્યું હતુ.”

ડ્યુકે નોર્ફોકના ઘરેથી વીડિયોકોલિંક દ્વારા ડચેસ સાથે આપેલા સંયુક્ત ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે ‘’93 વર્ષના મહારાણી (દાદી) અને 98 વર્ષીય દાદા ડ્યુક ઑફ એડિનબરાની ચિંતા છે જેઓ વિન્ડસર કાસલ ખાતે છે. તેમની ઉંમર જોતા ખૂબ કાળજીપૂર્વક વિચારીશ. અમે તેમના માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ અને તેઓ દૂર રહીને સુરક્ષિત છે. પરંતુ ઘણા સંવેદનશીલ લોકો અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે જોખમ છે.’’

તેમણે પ્રિન્સ જ્યોર્જ (6) પ્રિન્સેસ ચાર્લોટ (4) અને પ્રિન્સ લુઇ (2) સાથે તેમના અન્મેર હોલ ખાતેના નિવાસ અંગે, જીવનમાં આવતા ઉતાર-ચઢાવ, બાળકોની હોમ સ્કૂલિંગ, બાળકોની સહનશક્તિ, પરિવારજનો સાથે ઓનલાઇન વાતચીત, એનએચએસ સ્ટાફની કોવિડ-19 દર્દીઓની સંભાળ રાખવા અંગેની તેમની કામગીરી સહિત વિવિધ વિષયો પર વાત કરી હતી.

કોરોનાવાયરસથી મરનાર દસમાંથી એક વ્યક્તિને નખમાં પણ રોગ નહતો

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા માર્ચ માસમાં મૃત્યુ પામનાર લોકોના પ્રમાણપત્રોના વિગતવાર વિશ્લેષણમાં જાણવા મળ્યું છે ઇંગ્લેન્ડ અને વેલ્સના કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા દસમાંથી એક વ્યક્તિની તબિયત ટનાટન હતી.

કોવિડ -19ના કારણે મોતને ભેટેલા 91 ટકા કેસોમાં મરનાર વ્યક્તિને કોરોનરી, ઇસ્કેમિક, હૃદય રોગ તથા હૃદયની માંસપેશીઓની સપ્લાય કરતી રક્ત વાહિનીઓમાં ચરબીયુક્ત પદાર્થો જામી ગયો હોવાની મુખ્ય સમસ્યા હતી તે પછી ડીમેન્શીયા અને શ્વાસની બિમારીઓ જવાબદાર હતી.

14 ટકા કેસમાં કોરોનરી હ્રદય રોગ જવાબદાર હતો. ડિમોંશિયા અને અલ્ઝાઇમર પણ 14 ટકા કેસમાં મૃત્યુ માટે જવાબદાર જણાયુ હતુ. મૃત્યુ પામેલા લોકોમાં 13 ટકા લોકોને અસ્થમા અથવા ગંભીર અવરોધક પલ્મોનરી રોગ હતા. જ્યારે 9 ટકા લોકોએ મૃત્યુ પ્રમાણપત્ર પર કોઇ બીમારી જણાવી નહતી. જ્યારે 11 ટકા લોકો પહેલેથી જ ઈન્ફલ્યુએન્ઝા અને ન્યુમોનિયાથી પીડિત હતા.

માર્ચ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલા 3,912 લોકોનાં મોત માટે મૃત્યુ પ્રમાણપત્ર પર કોવિડ-19 નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 86 ટકા કેસોમાં કોવિડ-19 મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. કોવિડ-19માં મૃત્યુ દર સ્ત્રીઓ કરતા પુરુષોમાં બમણો હોય છે. 9 ટકા પુરુષોનાં અને 6 ટકા સ્ત્રીઓનાં મૃત્યુ માટે કોવિડ-19 જવાબદાર હતો.

એક દિવસમાં 15,000 લોકો સ્ક્રીનીંગ વિના યુકે આવે છે

દરરોજ ઓછામાં ઓછા 15,000 લોકોને તબીબી સ્થિતિની તપાસ કર્યા વિના જ યુકે આવવા દેવામાં આવે છે તેમ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું. સામાન્ય રીતે બીજા દેશમાંથી હવાઈ ​માર્ગે આવનારા લોકો માટે આરોગ્યની તપાસ કરવામાં આવે છે અથવા ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવે છે. પરંતુ યુકે દ્વારા તેનુ પાલન થતુ ન હોવાથી સરકારની ટીકા કરવામાં આવી છે.

સપ્તાહમાં 105,000 મુસાફરો યુ.એસ., ચીન, સ્પેન અને ઇટાલી જેવા ગંભીર કોરોનાવાયરસગ્રસ્ત સહિતના દેશોમાંથી યુકેમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાએ બ્રિટન અને યુરોપના અન્ય દેશોના લોકો માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર માને છે કે યુકેમાં જે હદે રોગચાળો ફાટી નીકળ્યો છે તે જોતા તમામ મુસાફરોનુ રૂટિન હેલ્થ સ્ક્રિનિંગ કરવાનો કોઇ અર્થ નથી.

આ અઠવાડિયે હિથ્રો ખાતે કામ કરતા બોર્ડર ફોર્સના કર્મચારીનું મૃત્યુ કોરોનાવાયરસથી થયું હતું.

લાંબા સમય સુધી સામાજિક અંતર જાળવવુ પડશે

સરકારને મુખ્ય બીહેવીયરલ સાયન્સ એડવાઇઝર જેમ્સ રૂબિને જણાવ્યુ હતુ કે ‘’લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના અને તેના વિશેની સત્તાવાર ગુપ્તતાને જાણવાનો જનતાને અધિકાર છે. ભવિષ્યમાં પ્રતિબંધો કેવી રીતે હળવી કરવામાં આવશે, તેના પર સ્ટે-એટ-હોમ સંદેશો નબળો પાડવાનું જોખમ છે.

સરકારના ચિફ પેન્ડેમીક મોડેલર, ગ્રેહામ મેડલેએ ચેતવણી પણ આપી હતી કે ‘’પ્રતિબંધોને કેવી રીતે સમાપ્ત કરવા તે અંગે કોઈ “વાસ્તવિક જવાબ” નથી. બાળકો વાયરસ ફેલાવવામાં નિર્ણાયક હોવાનું જણાતું નથી પરંતુ શાળાઓ સુરક્ષિત રીતે ફરી ખુલી શકશે તે હજી સ્પષ્ટ નથી એમ પ્રોફેસર મેડલેએ ઉમેર્યું હતુ.

લોકડાઉન વ્યૂહરચના બનાવનાર સરકારના સલાહકાર નીલ ફર્ગ્યુસને કહ્યું હતું કે ‘’પ્રતિબંધો હળવા થયા બાદ પણ સામાજિક અંતર જાળવવાની જરૂર રહેશે. કોરોનાવાયરસનો બીજો ફેલાવો ટાળવા માટે રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પગલાંનુ પાલન કરવુ પડશે. લેબર નેતા સર કૈર સ્ટારમરે કહ્યું છે કે તેમનો પક્ષ લોકડાઉન માટેના વિસ્તરણને ટેકો આપશે, પરંતુ તેમણે મંત્રીઓને વિનંતી પણ કરી છે કે કેવી રીતે પ્રતિબંધો હટાવવામાં આવશે એમ કહીને બહાર નીકળવાની વ્યૂહરચના નક્કી કરો.

લૉકડાઉનથી દુકાનોને સૌથી વધુ અસર

માર્ચ મહિનામાં દુકાનોના કુલ વેચાણમાં 4.3 ટકાનો ઘટાડો થયો હતો, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.8 ટકાનો હતો એમ કેપીએમજી અને બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમે જણાવ્યુ હતુ. 1995માં રેકોર્ડ્સ જાળવવાનુ શરૂ થયા પછીથી તે સૌથી ખરાબ ઘટાડો હતો. 1 માર્ચથી 4 એપ્રિલના પાંચ અઠવાડિયા આવરી લેવામાં આવ્યા હતા. સરકારે 23 માર્ચે લોકડાઉન લાગુ કર્યુ તે પહેલા વેચાણમાં 12 ટકાનો વધારો થયો હતો અને તે પછી તેમાં 27 ટકાનો ઘટાડો થયો હતો.

કન્સોર્ટિયમના ચીફ એક્ઝિક્યુટિવ હેલેન ડિકિન્સને કહ્યું: “રીટેઇલ ઇન્ડસ્ટ્રી એપી સેન્ટર છે અને તેના આંચકાઓ લાંબા સમય સુધી અનુભવાશે. ઘણા નોન ફૂડ રિટેલર્સને ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા માટે સંપૂર્ણ રૂપે બંધ થયા છે અથવા ફક્ત ઑનલાઇન વેપાર કરે છે. જેને પરિણામે હજારો નોકરીઓ, કંપનીઓ અને તેમની સપ્લાય ચેઇન જોખમમાં છે.”

ઇન્ટરનેટ પર નોન-ફૂડ વસ્તુઓના વેચાણમાં માર્ચમાં 18.8 ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષના માર્ચમાં માત્ર 2.5 ટકા હતો અને 12 મહિનાની સરેરાશ વૃદ્ધિ દરથી 4. 4. ટકાથી નીચે છે. કરિયાણાના વેચાણમાં માર્ચના અંત સુધીના ત્રણ મહિનામાં 5.1 ટકાનો વધારો થયો હતો. જેની 12 મહિનાની સરેરાશ કરતાં 2.4 ટકાની ઉપર છે.

બાર્કલેકાર્ડના અહેવાલ મુજબ માર્ચમાં સુપરમાર્કેટ્સમાં કરાયેલ ખરીદીમાં 21.3 ટકાનો વધારો થયો છે, જ્યારે ખાણી-પીણીની દુકાનોમાં 30.5 ટકાનો વધારો થયો છે. ઑનલાઇન ખરીદીમાં 5.5 ટકાનો વધારો થયો છે.

વૈશ્વિક તેલ સંગ્રહ ‘ભરાઈ જવા’ની નજીક

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે  ‘’કોરોનાવાયરસ રોગચાળાના કારણે  બળતણના વપરાશમાં અભૂતપૂર્વ ઘટાડો થતા વધારાનુ તેલ ધરાવતા વહાણો, પાઇપલાઇન્સ અને સ્ટોરેજ ટાંકીઓ આ અઠવાડિયામાં જ “ભરાઈ જશે”. લગભગ એક મિલિયન ટન જેટલું બળતણ ધરાવતા ટેન્કર યુરોપની આસપાસ લંગર કરવામાં આવેલા છે, જેઓ તેમના કાર્ગોનુ વિસર્જન કરવામાં અસમર્થ છે. ઓઇલની માંગ 25 વર્ષના નીચા સ્તરે જતી રહેતા ઓઇલ ઉદ્યોગને અત્યાર સુધીના સૌથી મુશ્કેલ મહિનાનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાર બિલીયન લોકો લોકડાઉન હેઠળ જીવે છે તેથી એવો અંદાજ છે કે એપ્રિલમાં માંગમાં દરરોજ 29 મિલિયન બેરલનો ઘટાડો થશે અને તે 25 વર્ષના તળિયે 70.4 મિલિયન બેરલની સપાટીએ પહોંચી ગયો છે. ન્યૂયોર્કમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 6.5 ટકા ઘટ્યો હતો.