અમેરિકાની ટોચની યુનિવર્સિટી સિસ્ટમે તેની બિનભેદભાવપૂર્ણ નીતિમાં જ્ઞાતિનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. હવે તેની પ્રોટેક્ટેડ કેટેગરીમાં જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવશે. જ્ઞાતિ આધારિત ભેદભાદ સામે લડત ચલાવતા કેટલાંક જમણેરી ગ્રૂપે આ હિલચાલને આવકારી છે.

આશરે 23 કેમ્પસ અને આઠ ઓફ-કેમ્પસ ધરાવતી કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સિસ્ટમે આ મહિને તેની યાદીમાં જ્ઞાતિનો ઉમેરો કરવાનો નિર્ણય કર્યો છે. આ યુનિવર્સિટી સિસ્ટમમાં 485,550 વિદ્યાર્થીઓ તથા 55,909 ફેકલ્ટી અને સ્ટાફ છે.

કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સેલર જોસેફ આઇ કાસ્ટ્રોએ જણાવ્યું તું કે અમારા તમામ પ્રતિભાશાળી અને વૈવિધ્યસભર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આવકાર મળે અને સફળતા માટે પ્રોત્સાહન મળે તેવું વાતાવરણનું સર્જન કરવા સમગ્ર કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સર્વગ્રાહી ઉત્કૃષ્ટતાના મૂલ્યોની જાળવી કરવા માગે છે.

કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં સૌથી મોટી ફોર યર પબ્લિક યુનિવર્સિટી સિસ્ટમ છે.સંરક્ષિત કેટેગરીમાં જ્ઞાતિના ઉમેરાથી સુનિશ્ચિત થશે કે તમામ 23 કેમ્પસ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન અને સુલભ બનશે.

ઇક્વિટાલિટી લેબે જણાવ્યું હતું કે એક નીતિ મારફત જ્ઞાતિ પીડિત વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીના હકોને સમર્થન આપીને ઇતિહાસનું સર્જન કરવા માટે અમે સીએસયુ સિસ્ટમને અભિનંદન આપીએ છીએ.આ નીતિથી તમામને જ્ઞાતિના ભેદભાવ સામે રક્ષણ મળશે. સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને લીડ ઓર્ગેનાઇઝર મનમિત સિંહે જણાવ્યું હતું કે જ્ઞાતિના ભેદભાવ સામે રક્ષણ મેળવવાનો આ વિજય એક ઐતિહાસિક છે. આ એક લાંબા સમયની માગણી હતી.