કેનેડાએ ભારતમાંથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 સંબંધિત ટેસ્ટીંગની જરૂરીયાતોને હટાવતા હવે બંને દેશો વચ્ચેનો પ્રવાસ સરળ બનશે. આવી કેટલીક જરૂરીયાતોને કારણે પ્રવાસીઓને વિવિધ પ્રક્રિયામાં અવરોધ ઊભો થતો હતો.
કેનેડા સરકારની ભારત માટેની નવી ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, હવે કેનેડા માટે બોર્ડિંગ કરતા અગાઉ દિલ્હી એરપોર્ટ ખાતેની એક લેબોરેટરીમાંથી RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાતપણે જરૂરી નથી. ભારતથી કેનેડા આવનારા પ્રવાસીઓ માટે અમલમાં મુકવામાં આવેલા નિયમો સમગ્ર રીતે લાગુ કરવામાં આવશે.
કોવિડ-19 ના નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને બોર્ડિંગ અગાઉ RT-PCR ટેસ્ટ નેગેટીવ હોવો હજુ પણ જરૂરી રહેશે, પરંતુ તે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા અધિકૃત લેબોરેટરીમાંથી પણ કરાવી શકાશે.
કેનેડામાં સંપૂર્ણપણે રસી લીધેલા પ્રવાસીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત છે, જોકે ભારતમાં ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીઓ હવે પ્રવાસના હેતુઓ માટે કેનેડામાં સ્વીકાર્ય છે. ભારતથી આવનારા પ્રવાસીઓ જો કનેક્ટિંગ ફ્લાઇટમાં આવતા હોય તો તેમણે કેનેડા પહોંચતા અગાઉ ત્રીજા દેશમાંથી નેગેટીવ ટેસ્ટ કરાવવો પણ જરૂરી રહેશે નહીં. જોકે, કેનેડા આવતા પ્રવાસીઓનો પણ રેન્ડમ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી શકે છે.
અગાઉ ભારતથી કેનેડાના પ્રવાસ માટેના નિયમો મર્યાદિત હતા. જેમાં પ્રવાસીઓને કેનેડાના કોઇપણ સ્થળે જવા માટે પ્રસ્થાન પહેલા દિલ્હી એરપોર્ટ પરની એકમાત્ર જેનસ્ટ્રીંગ્સ કંપનીની લેબોરેટરીમાંથી નેગેટિવ ટેસ્ટ રીપોર્ટ મેળવવો જરૂરી હતો. જે પ્રવાસીઓ વાયા દિલ્હી થઇને ફ્લાઇટમાં આવતા હતા તેમને આ ટેસ્ટનું પરિણામ મેળવવામાં આઠથી નવ કલાકનો સમય થતો હતો અને આ પ્રક્રિયાથી સમસ્યાઓ ઊભી થતી હતી. આ ટેસ્ટ નિર્ધારિત પ્રસ્થાનના 18 કલાકમાં કરાવવાનો હતો.
જોકે, કેનેડાએ હજુ પણ કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટ અંગેની ચિંતાઓને કારણે વિદેશના કોઈપણ બિન-જરૂરી પ્રવાસ અંગે ચેતવણી આપી છે. જોકે, તે કેનેડામાં આવનારા પ્રવાસીઓને બદલે કેનેડામાંથી બહાર જનારા લોકો છે.
જ્યારે કેનેડાએ બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો ત્યારે ભારત માટે ખાસ ટેસ્ટીંગ નિયમો સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવ્યા હતા, જે ભારતમાં ડેલ્ટા ચિંતા વધતા ગત વર્ષે એપ્રિલમાં લાદવામાં આવ્યો હતા.