કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટમાં પોતાના સંબોધનમાં નાના દેશોને મહાસત્તાઓ દ્વારા થતાં દબાણનો સામનો કરવા વિનંતી કરી હતી. તેમના આ નિવેદનને વિશ્વ અન્ય આગેવાનોએ આવકાર્યું હતું અને ત્યારપછી માર્ક કાર્નીની લિબરલ પાર્ટીની લોકપ્રિયતા વધી હોવાનું એક સર્વેમાં જણાયું હતું. લેગર માર્કેટિંગ દ્વારા જાહેર કરાયેલા એક નવા સર્વેના પરિણામોમાં કાર્નીની લિબરલ્સ પાર્ટી પીયર પોઇલીવરના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં નવ પોઇન્ટ આગળ હતી. આ પરિણામ લિયાસન સ્ટ્રેટેજીસના એક સર્વે પછી આવ્યું છે, જેમાં લિબરલ આઠ પોઇન્ટ આગળ હતી, અને અન્ય સર્વેમાં કાર્નીની વ્યક્તિગત સ્વીકૃતિમાં વધારો જોવા મળ્યો હતો. ગત એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ્સનો લોકપ્રિયતામાં ફક્ત બે ટકા પોઇન્ટથી વિજય થયો હતો, પરંતુ સંસદમાં બહુમતી માટે થોડી બેઠકો ઘટી હતી. આ સર્વેના પરિણામોના કારણે તાત્કાલિક ચૂંટણી યોજાવાની અટકળો શરૂ થઈ હતી, જોકે કાર્નીએ આવી ચર્ચાને ફગાવી હતી. તેમણે એક પત્રકારને જણાવ્યું હતું કે, ‘અમે અત્યારે માત્ર કેનેડાવાસીઓના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.’

LEAVE A REPLY