Canada will also issue work permits to family members of foreign workers

કેનેડાએ આગામી વર્ષથી કામચલાઉ આંતરરાષ્ટ્રીય કામદારોના પરિવારના સભ્યોને તેના વર્ક પરમિટ પ્રોગ્રામમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ અને અન્ય વિદેશીઓને ફાયદો થશે.પત્રકારોને સંબોધતા કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ પ્રધાન સીન ફ્રેઝરે જાહેરાત કરી હતી કે તેમનો વિભાગ કામચલાઉ વિદેશી કામદારોના પરિવારના સભ્યોને વર્ક પરમિટ આપશે.

આ જાહેરાત પહેલા જો મુખ્ય અરજદાર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યવસાયમાં કામ કરતા હોય તો જ પતિ-પત્ની વર્ક પરમિટ માટે પાત્ર હતા. આ કામચલાઉ પગલાંનો હેતુ પરિવારોને સાથે રાખીને કામદારોની ભાવનાત્મક સુખાકારી, શારીરિક સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરવાનો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રેસ સ્ટેટમેન્ટ અનુસાર, આ પગલાંથી અપેક્ષા રાખવામાં આવે છે કે કામદારો તેમના એકંદર કાર્ય વાતાવરણ અને સમુદાયમાં વધુ સારી રીતે સંકલન કરી શકશે.

જાન્યુઆરી 2023થી શરૂ કરીને, કામચલાઉ 2-વર્ષના પગલા દ્વારા, કેનેડા તમામ કૌશલ્ય સ્તરે કામદારો માટે તબક્કાવાર અભિગમ દ્વારા જીવનસાથીઓ અને વર્કિંગ એજના બાળકો માટે કેનેડામાં કામ કરવાની તક મળશે. ઉદાહરણ તરીકે તેમાં આરોગ્ય સંભાળ, વેપાર અને હોસ્પિટાલિટી કામદારોના પરિવારોનો સમાવેશ થશે.
આ નવા અભિગમના પરિણામે, એવો અંદાજ છે કે 200,000 થી વધુ વિદેશી કામદારોના પરિવારના સભ્યો કેનેડામાં કામ કરવાનું શરૂ કરી શકે છે, જે કેનેડામાં કામ કરવા માંગતા વિદેશી કામદારો અને તેમની મજૂર જરૂરિયાતોને સંબોધતા નોકરીદાતાઓ બંને માટે વધુ તક આપે છે.

LEAVE A REPLY

sixteen + 13 =