(AP Photo/

કેનેડામાં કોવિડ-19 રોગચાળાના કારણે ભારતીયો સહિત સાઉથ એશિયન સમુદાયના લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. દેશની ડેટા એજન્સી સ્ટેટિસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) ના જણાવ્યા મુજબ અગાઉના બેરોજગારીના 17.08 ટકાના દરની તુલનાએ જુલાઇમાં દેશમાં બેરોજગારીનો દર 10.9 ટકા નોંધાયો છે. સ્ટેટકેન દ્વારા શ્રમિકોના સર્વેમાં જણાયું છે કે, કોરોના વાઇરસ સંકટમાં લઘુમતી જૂથો સ્થાનિકો કરતા આર્થિક રીતે વધુ અસરગ્રસ્ત થયા છે.

સૌથી વધારે ખરાબ અસર સાઉથ એશિયન્સ પર પડી છે, તે પૈકીના આરબ મૂળના લોકોમાં બેરોજગારીનો દર 17.3 ટકા અને બ્લેક કેનેડિયન્સમાં 16.8 ટકા છે. એજન્સી દ્વારા એ પણ નોંધવામાં આવ્યું છે કે, સાઉથ એશિયન્સ અને ચાઇનીઝ કેનેડિયન્સ જૂથોએ કોવિડ-19ના કારણે બેરોજગારીનો સૌથી વધુ અનુભવ કર્યો છે. જુલાઇ 2019થી જુલાઇ 2020 સુધીના સમયગાળામાં સાઉથ એશિયન્સમાં બેરોજગારીનો દર 9.1 ટકાથી વધુ અને ચાઇનીઝમાં 8.4 ટકાથી વધુ જોવા જણાયો હતો.

સાઉથ એશિયન જૂથોમાં પુરુષો કરતા મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે, તેમનો દર 15.4 ટકાથી વધીને 20.4 ટકા નોંધાયો છે. એકંદરે દેશમાં રોજગારીની સ્થિતિ ધીમે ધીમે વધશે. મેમાં 290,000 અને જુનમાં 953,000 વધારાની સાથે જુલાઇમાં રોજગારી 419,000 અથવા 2.4 ટકા વધી છે.

જોકે, બેરોજગારોની સંખ્યા ફેબ્રુઆરી અગાઉના સ્તર કરતા હજુ પણ 1.3 મિલિયન પાછળ છે. મે મહિનામાં બેરોજગારીનો દર સૌથી 10.9 ટકા નોંધાયો હતો. પરંતુ તે ફેબ્રુઆરીમાં કોવિડ-19 પહેલાની સ્થિતિએ તે દર 5.6 ટકા હતો. જુલાઇમાં જે રોજગારી વધી છે તે વધુ પ્રમાણમાં પાર્ટ ટાઇમ કામને કારણે વધી છે. પરંતુ 345, 000 ફુલ ટાઇમ કામની સરખામણીએ તે ફક્ત 73 હજાર નોકરીઓ થઇ ગઇ હતી