બોલિવૂડ એક્ટર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફને તેમના લગ્નના અભિનંદન આપવા માટે મુંબઈમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ એક પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. (ANI Photo)

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફંક્શન સાત ડિસેમ્બરથી શરુ થયો હતો અને નવમી ડિસેમ્બરના રોજ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. કેટરિના અને વિકી તેમજ તેમના પરિવારના લોકો સોમવારે છ ડિસેમ્બરના રોજ જયપુર પહોંચી ગયા હતા. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ચૌથ કા બરવાડા સ્થિત હોટલ સિક્સ સેન્સ ફોર્ટમાં થવાના છે. લગ્નસમારંભમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 8મી ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની છે, જેમાં વિકી અને કેટરિના પણ પર્ફોમ કરવાના છે. સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિકી અને કેટરિનાના સંગીતની થીમ બ્લિંગ છે. કેટરિના અને વિકી પણ સંગીતમાં કેટરિનાના હિટ ગીતો પર ડાન્સ કરવા માટે તૈયાર છે. કેટરિના અને વિકી તેરી ઓર, કાલા ચશ્મા અને નચદે ને સારે ગીત પર પર્ફોમન્સ આપવાના છે.

રિપોર્ટ્સ અનુસાર લગ્ન પછી કપલ પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને કો-સ્ટાર્સને પર્સનલાઈઝ્ડ ગિફ્ટ આપશે. હવે લગ્નના ફંક્શનમાં કોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને કોને નહીં તેની કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઋતિક રોશન, અનુષ્કા શર્મા, શાહરુખ ખાન જેવા મોટા સ્ટાર્સ તેમાં હાજર થઈ શકે છે. સાતમી ડિસેમ્બર એટલે કે આજે મહેંદી સેરેમની છે. કેટરિના કૈફને ખાસ સોજત મહેંદી મૂકવામાં આવશે.કેટરિના અને વિકીના લગ્નને ધ્યાનમાં રાખીને હોટલની બહાર મુખ્ય રસ્તા પર પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. મુખ્ય રોડ પર પણ બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા છે. આ બાઉન્સર સુનિશ્ચિત કરી રહ્યા છે કે કોઈ પણ તે રસ્તા પર રોકાય નહીં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક મોટી OTT (ઓવર ધ ટોપ) કંપનીએ વિકી તથા કેટરીનાને વેડિંગ વીડિયો તથા ફોટો માટે 100 કરોડની ઓફર કરી છે. કંપનીએ બંનેના લગ્નના વીડિયો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવાનું વિચાર્યું છે.