Is it Katrina's turn now?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતના મીડિયામાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિકી કૌશલના ડિસેમ્બરમાં લગ્ન થશે એવી જોરદાર અટકળો થઈ છે. જોકે આ અફવા સાચી નથી અને તે લગ્ન કરી રહી નથી. લગ્નની અટકળો કેમ ઊભી થઈ છે તેવા પ્રશ્નના જવાબમાં કેટરીનાએ જણાવ્યું હતું કે છેલ્લાં 15 વર્ષથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે.

કેટરીના કૈફે વિકી કૌશલ સાથેના લગ્નની ચર્ચા માત્ર અફવા હોવાનું કહી રહી છે, જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ માત્ર એક સ્ટ્રેટેજી છે, જેથી ચાહકો લગ્નમાં ઊમટી ના પડે. જોકે હવે કેટરીના તથા વિકી કઈ જગ્યાએ લગ્ન કરવાનાં છે, એ વેન્યુની વિગત સામે આવી છે. કેટરીના તથા વિકી કૌશલ મુંબઈમાં લગ્ન કરવાનાં નથી, પરંતુ રાજસ્થાનમાં શાહી ઠાઠ સાથે લગ્ન કરવાનાં છે. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના એક કિલ્લામાં યોજાશે. આ ફોર્ટનું નામ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા છે.