પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુંબઇમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા બદલ પોલીસે કાર્યવાહી કરીને જાણીતી સેલેબ્રિટી સહિત 34 લોકોની સોમવારની રાત્રે અટકાયત કરી હતી. નાઇટ કરફ્યુ હોવા છતાં કલબમાં પાર્ટી કરનારા સેલિબ્રિટીમાં ક્રિરેટર સુરેશ રૈના, સિંગર ગુરૂ રંધાવા અને સુઝાન ખાન સામેલ હોવાનું માનવામાં આવે છે.

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે એક મોટો ગાયક પણ દરોડા દરમિયાન પાછલા ગેટ પરથી ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઇમાં એરપોર્ટની પાસે આવેલી JW મેરિયટ હોટલના કલ્બમાં આ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિઓ સામે કલમ 188, 269 અને 34 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપીએ સરકારના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો તેમના પર આરોપ હતો. જાણતા કે અજાણતા ચેપી રોગ ફેલાવવામાં બેદરરકારી દાખવી હતી અને એવા રોગનો ફેલાવો કર્યો હતો જે જાહેર આરોગ્ય માટે જોખમી છે. ડ્રેગન ફ્લાય ક્લબ મંજૂરી મળી તેના કરતાં વધારે સમય સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને કોરોનાના પ્રોટોકોલના નિયમોનો ભંગ કરાયો હતો.