2024. REUTERS/Rodrigo Garrido

ગાઝા યુદ્ધ વચ્ચે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે વિશ્વભરમાં લોકોએ શાનદાર આતશબાજી સાથે નવા ઉત્સાહ સાથે નવા વર્ષ 2024નું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં નવા વર્ષનો સૌથી પ્રથમ ઉદય થયો હતો અને તેની સાથે લોકો જશ્નમાં ડુબી ગયા હતા.

2024ને વેલકમ કરવા માટે સિડની અને ઓકલેન્ડમાં અદભૂત આતશબાજી કરાઈ હતી. સિડની હાર્બર અને ન્યુઝીલેન્ડના સૌથી ઊંચા બિલ્ડિંગ સ્કાય ટાવરમાં આતબાજીથી આકાશ રોશની ઝળહળી ઉઠ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર બ્રિજ 12 મિનિટ સુધી આતબાજી કરાઈ હતી. અહીં આશરે 10 લાખ લોકોએ આકાશમાં અદભૂત નજારો જોયો હતો. યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધો અને તેના પગલે વિશ્વના વિવિધ વિસ્તારોમાં વધેલા તણાવથી નવા વર્ષની ઉજવણીને અસર થઈ હતી. ઘણા શહેરોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો અને કેટલાક સ્થળોએ નવા વર્ષની પૂર્વ સંધ્યાના કાર્યક્રમોને સંપૂર્ણપણે રદ કરાયા હતા. સમગ્ર સિડનીમાં અગાઉ કરતાં વધુ પોલીસ તૈનાત કરાઈ હતી.

વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસે 2023ને યુદ્ધની વેદનાનું વર્ષ ગણાવ્યું હતું. સેન્ટ પીટર્સ સ્ક્વેર પર પરંપરાગત રવિવારના પ્રવચનમાં તેમણે યુક્રેન, પેલેસ્ટાઇન, સુદાન અને અન્ય પીડિત લોકો માટે પ્રાર્થના કરી હતી.

જાપાનમાં મંદિરની ઘંટડીઓ રણકી ઉઠી હતી. અહીં લોકો નવા વર્ષને આવકારવા માટે મંદિરોમાં એકઠા થયા હતા. ટોક્યોના ત્સુકીજી ટેમ્પલમાં લોકોને મફત ગરમ દૂધ અને મકાઈનો સૂપ આપવામાં આવ્યો હતો.
અમેરિકાના ન્યુ યોર્ક સિટીમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ મેનહટનના મધ્યમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરમાં મોટી ભીડ એકઠી થઈ હતી. ગાઝા યુદ્ધને પગલે સંભવિત વિરોધી દેખાવની સંભાવનાને કારણે ન્યૂ યોર્ક સિટીમાં ડ્રોનની મદદથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.

ફ્રાન્સમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ 90,000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા હતા. ફ્રાન્સના ચેમ્પ્સ-એલિસીસ પર ઉજવણીમાં 15 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ આધારિત રહી હતી.
યુ

ક્રેન યુદ્ધને કારણે રશિયામાં નવા વર્ષની ઉજવણીને અસર થઈ હતી. ગયા વર્ષની જેમ મોસ્કોના રેડ સ્ક્વેર પર આતશબાજી અને અને કોન્સર્ટ રદ કરાયા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં સરકારે પેલેસ્ટિનિયનો સાથે એકતાના દર્શાવવા નવા વર્ષની તમામ ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને લોકોને સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ એક સંદેશમાં જણાવ્યું હતું કે નવા વર્ષનું આગમન નવા સંકલ્પો અને ધ્યેયો સાથે આગળ વધવાનો પ્રસંગ છે. વર્ષ 2024 બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. આપણે આપણા દેશની પ્રગતિમાં યોગદાન આપતા રહીએ. ચાલો આપણે નવા વર્ષને આવકારીએ અને એક સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ.

 

LEAVE A REPLY

13 − 3 =