સાંઈ બાબા
(Photo by NARINDER NANU/AFP via Getty Images)

ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલી ખાતે એસેમ્બલીમેન નાદર સયેઘની આગેવાની હેઠળ 20 નવેમ્બરના રોજ શ્રી સત્ય સાંઈ બાબા અને તેમના ઉપદેશોને તેમના શતાબ્દી જન્મદિવસ પર માન આપીને એક પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રશસ્તિપત્ર અર્પણ કરતા એસેમ્બલીમેન સયેઘે કહ્યું હતું કે “આજે 20 નવેમ્બર, 2025ના રોજ યોંકર્સ, ન્યૂ યોર્કમાં, ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલી વતી શ્રી સત્ય સાંઈ બાબાને 100મી વર્ષગાંઠ પર માન્યતા આપતું આ પ્રશસ્તિપત્ર આપતા અનંદ અનુભવું છું. તેઓ એક એવી વ્યક્તિ હતા જેણે ફક્ત પોતાનું જીવન જ નહીં પરંતુ પોતાના વારસા અને કાર્ય અને સેવા દ્વારા, ભારત અને અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશ્વભરના સમુદાયોને શૈક્ષણિક સહાય અને આરોગ્ય સેવાઓ દ્વારા પાછું આપ્યું હતું. અહીં ન્યુ યોર્ક સિટી, ક્વીન્સ અને યોન્કર્સ જેવા સમુદાયોમાં સાંઈ બાબાના વારસાને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ કરેલા પ્રયાસો પર અમને ખૂબ ગર્વ છે.’’

શ્રી સત્ય સાંઈ ગ્લોબલ કાઉન્સિલના સુંદર વેણુગોપાલને કહ્યું હતુ કે “વિશ્વભરના શ્રી સત્ય સાંઈ બાબાના સાર્વત્રિક ઉપદેશોના લાખો સાધકો વતી, હું તમારો આભાર માનવા માંગુ છું. વેણુગોપાલને શ્રી સત્ય સાંઈ ગ્લોબલ કાઉન્સિલને સમર્થન આપવા બદલ વિશ્વ યોગ સમુદાયના ગુરુજી દિલીપકુમાર થંકપ્પનનો પણ આભાર માન્યો હતો.’’

LEAVE A REPLY