Cobra's dividend cheers Bilimoria's creditors

વિખ્યાત રિકેટ્સ પરિવારે વિખ્યાત કોબ્રા બીયરના સ્થાપક અને હાઉસ ઓફ લોર્ડ્સના પીઅર લોર્ડ કરણ બિલિમોરિયાને ચેલ્સી ફૂટબોલ ક્લબ ખરીદવાની બિડમાં ઉમેર્યા છે. જો બેઝબોલની ‘શિકાગો કબ્સ’ના માલિકો રોમન અબ્રામોવિચની ચેલ્સી ક્લબને ખરીદવાની રેસમાં સફળ થશે તો લોર્ડ બિલીમોરિયાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવામાં આવશે.

લોર્ડ બિલિમોરિયાએ કહ્યું હતું કે “મેં સ્ટેમફોર્ડ બ્રિજની નીચે જ કોબ્રા બીયરની સ્થાપના કરી હતી અને ઘણા વર્ષોથી સીઝન ટિકિટ ધારક છું. તેથી, જ્યારે ટોમ રિકેટ્સે તેમની બિડમાં અગ્રણી ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે મારો સંપર્ક કર્યો, ત્યારે હું ના પાડી શકું એવો કોઈ રસ્તો નહોતો. ટોમ અને વિશાળ જૂથ પાસે સફળ સ્પોર્ટ્સ ટીમો ચલાવવાનો ટ્રેક રેકોર્ડ છે અને ક્લબ અને સ્થાનિક સમુદાય બંને માટે મજબૂત દ્રષ્ટિ છે.”

ટોમ રિકેટ્સે જણાવ્યું હતું કે “અમે હંમેશા સ્પષ્ટ રહ્યા છીએ કે અમારી બિડમાં સ્થાનિક કુશળતા અને પરિપ્રેક્ષ્ય હોવું મહત્વપૂર્ણ છે. લોર્ડ બિલિમોરિયાના અપ્રતિમ પ્રમાણપત્રો અને ચેલ્સી પ્રત્યેના તેમના પ્રેમને જોતાં, તેઓ અમારી ટીમમાં સંપૂર્ણ ઉમેરો કરશે.”

ચેલ્સી ફૂટબોલ ક્લબના આજીવન સમર્થક લોર્ડ બિલિમોરિયાએ 1989માં ફુલ્હામમાં એક ફ્લેટમાં કોબ્રા બીયરની સ્થાપના કરી હતી. તેઓ યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક અધ્યક્ષ અને ચેન્જ ધ રેસ રેશિયોના અધ્યક્ષ છે. 2006માં સ્વતંત્ર ક્રોસબેંચ પીઅર તરીકે ચેલ્સીના લોર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તો 2014માં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર તરીકે પણ નિયુક્ત કરાયા હતા.