કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહેલા અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર આકરા પ્રહાર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર આરોપ લગવતા કહ્યું કે, WHO ચીન કેન્દ્રીત થઈ ગયું છે અને ફક્ત ચીન પર જ ધ્યાન આપી રહ્યું છે. આ સમગ્ર મહાસંકટના કારણે ટ્રમ્પ WHOથી નારાજ છે. જેના કારણે તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે વિશ્વ આરોગ્ય સંગંઠનને અમેરિકા પાસેથી મોટા પાયે ફંડ મળે છે.

એમેરિકા વૈશ્વિક સંસ્થાની ફંડિંગને રોકવા જઈ રહ્યા છે. તેઓએ આ મહામારી માટે WHOને જવાબદાર ગણાવ્યા છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પને WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ટ્રમ્પે કોરોના વાયરસ પર રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. જિનિવામાં એક પરેસ કોન્ફરન્સમાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસએ કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં વૈશ્વિક એકતા દર્શાવવાની જરૂર છે. અત્યારે આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

જો આપણે આ મહામારીમાં રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. જો આપણે નહીં સુધરીએ તો આપણી સામે લાશોના ઢગલા પડેલા હશે. આ પરિસ્થિતિમાંથી બચવા માટે ચીન અને અમેરિકાએ એક સાથે મળીને કામ કરવું પડશે.નોંધનીય છે કે બુધવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમેરિકા સાથે ભેદભાવ થઈ રહ્યો છે, એવામાં તેઓ અમારા પર રાજકારણ રમવાનો આરોપ ન લગાવી શકે.

ચીન WHOને ફક્ત 42 મિલિયનનું ફંડ આપે છે જ્યારે અમેરિકા 450 મિલિયનનું ફંડ આપે છે. તેમ છતા પણ તેઓ ચીનના પક્ષમાં જ વાત કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું કે શું ખરેખર તેઓ ફંડિંગને સંપૂર્ણપણે અટકાવી દેશે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું એવું નથી કહી રહ્યો કે અમે તાત્કાલિક ધોરણે આ ફંડિંગને બંધ કરી દઈશું, પરંતુ અમે આ વિશે વિચાર જરૂરથી કરીશું.