ચીનના કોરોના વાયરસ પ્રભાવિત વુહાન શહેરમાં હુઆનાન સીફૂડ બજાર સહિત એવા બજારોમાંથી સંક્રમણ ફેલાવવાનું જોખમ છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રની જૈવ વિવિધતા પ્રમુખે કહી અને તેમણે દુનિયાભરમાં વન્ય જીવોનું વેચાણ તથા તેના ઉપયોગ પર સખત નિયંત્રણની વાત જણાવી હતી.

હુઆનાન સીફૂડ બજારમાં વેચાનાર વન્યજીવોને કોરોના વાયરસ મહામારીનો સ્ત્રોત ગણવામાં આવે છે. આ સંક્રમણના લીધે દુનિયાભરમાં 82,000થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં મહામારી ફેલાયા બાદ હુઆનાન બજારને બંધ કરી દેવામાં આવ્યા હતા.

કન્વેંશન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીની કાર્યવાહક કાર્યકારી સચિવ એલિજાબેથ મારૂમા મ્રેમાએ મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના અવસર પર કહ્યું કે ”પશુ બજાર જેને એશિયાના કેટલાક ભાગોમાં વેટ માર્કેટ પણ કહેવામાં આવે છે જેમ કે ચીનના વુહાનમાં હુઆનાન સીફૂડ માર્કેટ, જ્યાં જીવતી માછલી, મીટ તથા અન્ય વન્યજીવ વેચાય છે, તે આ સંક્રમણ ફેલાવવાનું કારણ છે કારણ કે આ વૈશ્વિક વન્યજીવ કારોબાર છે.”

તેમણે કહ્યું કે ફૂડ બજારોમાં જીવિત પશુઓની સંખ્યાને ઓછી કરવા જેવા કેટલાક પગલાં કેટલાક દેશોએ પગલાં ભર્યા છે. તેનાથી ભવિષ્યમાં મહામારી ફેલવાનું જોખમ ખૂબ ઓછું થઇ જશે. તેના માટે વિશ્વભરમાં વન્ય પ્રજાતિઓના વેચાણ અને ઉપયોગ પર સખત નિયંત્રણ કરવું પડશે