ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેંગ વેનબિન ફાઇલ ફોટો ((Photo by GREG BAKER/AFP via Getty Images)

ચીનને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોને મંગળવારે તાકીદ કરી છે તે તેઓ ચીન અને એશિયાના બીજા દેશો વચ્ચે વિખવાદ ઊભો કરવાનું બંધ કરે છે. પોમ્પિયો હાલમાં ભારતની મુલાકાતે છે ત્યારે ચીને આ નિવેદન આપ્યું છે. ભારતની મુલાકાત બાદ પોમ્પિયો શ્રીલંકા અને માલદિવની મુલાકાત લેશે.
ભારત અને સાઉથ એશિયાના બીજા દેશોની પોમ્પિયાની મુલાકાત અંગેના પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન સામેના પોમ્પિયોના હુમલા અને આરોપો નવા નથી. તેઓ તેનું વારંવાર પુનરાવર્તન કરે છે. આ પાયાવગરના આક્ષેપો છે અને તે કોલ્ડ વોરની માનસિકતા દર્શાવતા છે. અમે કોલ્ડ વોર અને ઝીો સમ ગેમ માનસિકતા છોડી દેવાનો અનુરોધ કરીએ છીએ. અમેરિકાએ ચીન અને એશિયાના બીજા દેશો વચ્ચે વિખવાદ ઊભો ન કરવો જોઇએ.