All parties should make a concerted effort for uniform civil code
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી Getty Images)

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતના હાઇવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓ સામેલ થઈ શકશે નહીં. જો કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં.

ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરશે કે ચીની રોકાણકારોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો જેવા વિભિન્ન ક્ષેત્રોમાં પણ નિવેશથી રોકવામાં આવશે. નીતિન ગડકરીએ પીટીઆઈને જણાવ્યું કે અમે સડક નિર્માણ માટે ચીની ભાગીદારવાળા સંયુક્ત ઉદ્યમોને મંજૂરી આપીશું નહીં.

અમે સખત વલણ અપનાવ્યું છે કે જો તે (ચીની કંપનીઓ) સંયુક્ત ઉદ્યમ દ્વારા આવશે તો પણ અમે તેની મંજૂરી આપીશું નહીં.વર્તમાન સમયમાં કેટલીક પરિયોજના જે ઘણી પહેલા શરૂ કરવામાં આવી હતી તેમાં કેટલીક ચીની કંપનીઓ સામેલ છે.

ગડકરીએ કહ્યું કે આ નિર્ણય નવા પ્રોજેક્ટ પર લાગુ થશેટેલિકોમ ડિપાર્ટમેન્ટે સરકારી ટેલિકોમ કંપની BSNLના 4G અપગ્રેડેશન માટે જાહેર કરેલ ટેન્ડર રદ કર્યું છે. કેન્દ્ર સરકારે કંપનીના અપગ્રેડેશન માટે ચીની ઉપકરણોના ઉપયોગ કરવાથી મનાઈ ફરમાવી છે. હવે નવું અપગ્રેડેશન જાહેર કરવામાં આવ્યું છે.