યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

This is UK Government advice for England

કોવિડ-19ના કારણે ઘણો લાંબો સમય શાળાઓ બંધ રહ્યા બાદ અર્લી યર્સ, રીસેપ્શન, યર 1 અને યર 6ના બાળકો માટે પ્રાથમિક શાળાઓના દરવાજા ખોલાતા બાળકોમાં શાળાએ જવા માટે અપાર ઉત્સાહ જણાઇ રહ્યો છે.

સાઉથ લંડનના ડલીચ વુડ પ્રાઈમરી સ્કૂલના હેડટીચર હેલેન રોવ કહે છે કે 8 જૂને તેમની શાળાના દરવાજા ફરીથી ખોલ્યા પછી બાળકો અને શાળાનો સ્ટાફ સલામત વાતાવરણમાં પાછા ફરીને ભણવા માટે ખૂબ જ રોમાંચિત છે. કોવિડ-19ના કારણે પરોક્ષ રીતે ઘણા બાળકોના રોજિંદા જીવન પર અસર થઇ છે તે જોતા આ બાળકોને સુરક્ષિત રીતે શિક્ષણમાં પાછા લાવવા એ જ પ્રાથમિકતા છે. યર 6ના 90 ટકા, યર 1 અને રીસેપ્શનના 50 ટકા બાળકો શાળામાં પરત આવ્યા છે. કી વર્કર અને સંવેદનશીલ બાળકો તો સમગ્ર લોકડાઉન દરમિયાન શાળામાં આવ્યા હતા.

તેઓ કહે છે કે, “હું દરરોજ દરવાજા પર રહુ છું અને તેમને અંદર આવતા જોઈને ખૂબ જ મઝા આવે છે. તે બધા પાછા ફરવા માટે ખરેખર ઉત્સાહિત છે, તે અદ્ભુત છે.”

સલામતી માટે અંતર અને સામાજિક ‘બબલ’ જાળવી રાખવા માટે વર્ગના લેઆઉટને બદલીને હવે ફક્ત 15 કે ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. સુરક્ષા માટે હેન્ડ સેનિટાઇઝર્સ, બાળકો નિયમિતપણે તેમના હાથ ધોવે અને બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતા સંસાધનો શુધ્ધ છે તેની તકેદારી રાખવામાં આવે છે. સાથે સાથે સ્ટાફને પણ સુરક્ષિત રાખવામાં આવે છે.

તે કહે છે કે, “અપેક્ષાઓ શું છે તે જાણવા માટે અમે શરૂઆતમાં માતા-પિતાને હોમસ્કૂલ એગ્રીમેન્ટ મોકલ્યો હતો. અમે સમજાવ્યું હતું કે બાળકોએ દરરોજ સ્વચ્છ કપડાં સાથે શાળાએ આવવું પડશે. તેમણે માત્ર પાણીની બોટલ જ લાવવાની રહેશે અને તેઓ તેમની સાથે ઘરેથી કંઈ પણ લાવી શકશે નહિ. તેઓ સીધા જ અંદર આવશે, તેમના હાથ ધોશે અને લૉકડાઉન પહેલા તેઓ નિયમિતપણે કરતા હતા તેમ કરવાનું રહેશે.”

શાળા ખોલવાના એક સપ્તાહ પહેલા રીસ્ક એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને ત્રુટી પૂર્ણ કરવામાં આવી હતી.

તેણે ઉમેર્યુ હતું કે “તેમણે ખૂબ જ કાળજીપૂર્વક જે પગલા લીધા હતા તે જોઇને તેમને શાળામાં પાછુ ફરવુ ખૂબ જ આરામદાયક લાગ્યું હતું”

રિસેપ્શન અને યર વનના બાળકો બિલ્ડિંગ બ્લોક્સ તેમજ અન્ય શૈક્ષણિક સાધનો વડે શાળામાં મૂળભૂત બાબતોમાં નિપુણતા મેળવીને તેમના જીવનમાં પ્રગતિ કરી શકશે.

રિસેપ્શન અને યર વન હવે ડલીચ વુડ પ્રાયમરીમાં પાર્ટ-ટાઇમ ધોરણે ખુલ્લા છે. “સોમવારે અને મંગળવારે, ઉદાહરણ તરીકે, અમારી પાસે ગ્રુપ એ અને ગ્રુપ બી આવી રહ્યા છે. હાલમાં દરેક ગૃપમાં આશરે સાત બાળકો મેળવ્યા છે” એમ તેણી કહે છે.

દરેક ગૃપ તેના સોશ્યલ ‘બબલ’ તરીકે કાર્ય કરે છે, જે આલ્ફાબેટીકલ ઓર્ડર પર આધારિત છે – તેથી પરિવારના બાળકો જો જુદા જુદા યર ગૃપમાં હોય તો પણ તેઓ એક જ દિવસે આવી શકે છે.

હેલન સમજાવે છે કે યર 6ના બાળકો માધ્યમિક શાળામાં જવા અને ભાવિ જીવનમાં મોટું પગલું માંડવા શિક્ષકો અને મિત્રો સાથે મળીને તૈયાર થઇ રહ્યા છે.

“અમે તેને શક્ય તેટલું મનોરંજક બનાવવાનો અને તેમના રસ તથા અભ્યાસક્રમ મુજબનુ શિક્ષણ આપીને ખાતરી કરીએ છીએ કે તેઓ તેમના સંક્રમણ કાર્યને આવરી લે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. તે તેમના માટે ખરેખર સકારાત્મક રહ્યું છે. ખાસ કરીને વર્તમાન ઘટનાઓને લક્ષમાં લેતા – ઉદાહરણ તરીકે, બ્લેક લાઇવ્સ મેટર – આઇસોલેશનમાં રહેવાના બદલે આ વિષયોની શોધખોળ કરવા માટે ગૃપમાં સક્ષમ બનવું ખરેખર મહત્વપૂર્ણ રહે છે.”

સંદેશો સ્પષ્ટ છે કે શાળા માતાપિતા, બાળકો અને સ્ટાફને મદદ કરવા માટે તૈયાર છે અને માતાપિતાએ જોવાનું છે કે તેમના માટે શું શ્રેષ્ઠ છે.

તમારા વિસ્તારમાં શાળાઓ ખુલવાના તાજા સમાચારો માટે કૃપા કરીને તમારા સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કરો.

તમામ તસવીર સૌજન્ય : ક્રેઇગ ગીબ્સન

શાળાએ પાછા ફરવા માટેની ટિપ્સ

  • શાળાના દરવાજા પર ભીડ ઓછી કરવા માટે, માતાપિતામાંથી ફક્ત એક જ વ્યક્તિએ લેવા – મૂકવા હાજર રહેવું જોઈએ.
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ પરનુ ભારણ ઓછુ કરવા શાળાએ ચાલતા કે સાયકલ પર જવું.
  • ક્લાસરૂમમાં સારી સ્વચ્છતાને ટેકો આપવા માટે ઘરે તંદુરસ્ત ટેવોની આદત રાખો.
  • આ બધાથી ઉપર, તમારા નાના બાળક પર ધ્યાન આપો.

કૃપા કરીને શિક્ષણ અને ચાઇલ્ડકેર સેટિંગ્સના માર્ગદર્શન માટેના રક્ષણાત્મક પગલાઓ માટે મુલાકાત લો:

https://www.gov.uk/government/publications/coronavirus-covid-19-implementing-protective-measures-in-education-and-childcare-settings