ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટને હસ્તગત કરવાના તેના પ્રયાસો હજી બંધ કર્યા નથી, જ્યારે વિન્ડહામના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની ઓફરનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં, ચોઈસે વિન્ધામના બોર્ડને નવી ઓફરનો એક પત્ર મોકલ્યો હતો, જેને વિન્ડહામે “એક પાછોતરું પગલું” જણાવ્યું હતું.ઑક્ટોબરમાં સાર્વજનિક કરાયેલા તેના મૂળ પ્રસ્તાવમાં, ચોઈસે જણાવ્યું હતું કે તેણે વિન્ધામના તમામ બાકી શેર પ્રતિ શેર $90ના ભાવે હસ્તગત કરવાની ઓફર કરી હતી અને શેરધારકોને તેમની માલિકીના દરેક વિન્ધામ શેર માટે $49.50 રોકડ અને 0.324 ચોઈસ કોમન સ્ટોક પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું.

ચોઈસે દાવો કર્યો છે કે તે 16 ઑક્ટો.ના રોજ સમાપ્ત થયેલી તેની ઓફર વિન્ધામના 30-દિવસના વોલ્યુમ-વેઇટેડ સરેરાશ બંધ ભાવનું 26 ટકા, વિન્ધામના 52-અઠવાડિયાના ટોચના ભાવના 11 ટકા અને વિન્ધામના છેલ્લા બંધ ભાવના 30 ટકા પ્રીમિયમે હતી.

વિન્ધામના બોર્ડે ચોઈસની દરખાસ્તને સર્વસંમતિથી નકારી કાઢી હતી, તેને અવાંછિત, “અત્યંત શરતી” ગણાવી અને શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં નથી તેમ જણાવ્યું હતું. જોકે, 14 નવેમ્બરના રોજ, ચોઈસે ફેડરલ રેગ્યુલેશન્સને ક્લીયર કરવા અંગે વિન્ડહામની ચિંતાઓને દૂર કરવાના હેતુથી વિન્ધામના બોર્ડને “સુધારેલા પ્રસ્તાવ” સાથે પત્ર મોકલ્યો હતો.

LEAVE A REPLY

16 − 1 =