
લંડનવાસીઓને ક્રિસમસની ઉજવણીનો આનંદ માણવામાં મદદ મળે તે આશયે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) એ પુષ્ટિ આપી છે કે તેની મોટાભાગની સેવાઓ શનિવાર 20 ડિસેમ્બર 2025 થી સોમવાર 5 જાન્યુઆરી 2026 સુધી કાર્યરત રહેશે. સેન્ટ્રલ લંડન કન્જેશન ચાર્જ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સ્થગિત છે, જ્યારે ULEZ અને બ્લેકવોલ/સિલ્વરટાઉન ટનલ ચાર્જ મોટાભાગે અમલમાં રહેશે.
જો કે આ સેવાઓ ક્રિસમસ ડે, બોક્સિંગ ડેના કેટલાક ભાગો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સેન્ટ્રલ લંડનના કેટલાક વિસ્તારોને અસર કરશે. બોક્સિંગ ડે પર એલિઝાબેથ લાઇન આંશિક રીતે બંધ રહેશે, જ્યારે DLR 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી સુધારેલી સેવા ચલાવશે, જેમાં ટ્રેનની લંબાઈમાં ઘટાડો અને સુધારેલા સમયપત્રકનો સમાવેશ થાય છે.
સેન્ટેન્ડર સાયકલ્સ, ભાડાના ઇ-સ્કૂટર્સ, વિક્ટોરિયા કોચ સ્ટેશન, ડાયલ-એ-રાઇડ, ટેક્સીઓ અને રાહદારી રૂટ મોટાભાગે ઉપલબ્ધ રહેશે, જોકે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કેટલાક પ્રતિબંધો લાગુ થશે. લંડનના મેયરનું આતશબાજી પ્રદર્શન સામાન્ય રીતે ચાલુ રહેશે.
TfLએ મુસાફરોને TfL Go એપ્લિકેશન અથવા જર્ની પ્લાનરનો ઉપયોગ કરીને અગાઉથી મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. સૌને સલામત મુસાફરી કરવા, સીડીઓ અને એસ્કેલેટર પર કાળજી લેવા અને જ્યાં યોગ્ય હોય ત્યાં પહેલાથી બુક કરેલી ટેક્સીઓનો ઉપયોગ કરવા સલાહ અપાઇ છે.













