GettyImages-1251192233

હર્ટફર્ડશાયરના નોર્થવુડ ખાતે આવેલી મર્ચન્ટ ટેયલર્સ સ્કૂલ ફોર બોયઝમાં એક વર્ષ સુધી અભ્યાસ કરનાર 18મી સદીના કુખ્યાત શ્રીમંત લશ્કરી નેતા રોબર્ટ ક્લાઇવના નામ પરથી પાડવામાં આવેલું મર્ચન્ટ ટેયલર્સ સ્કૂલ ફોર બોયઝના ‘ક્લાઇવ ઓફ ઇન્ડિયા હાઉસ’નું નામ બદલવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે.

સંસ્થાનવાદ અને સામ્રાજ્ય સાથે કડીઓ ધરાવતા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે જોડાયા બાદ સર્વોચ્ચ સત્તા હાંસલ કરનાર ક્લાઇવને શાળામાં લડવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા. બ્રિટિશ સૈન્યમાં ઉચ્ચ પદ પર પહોંચેલા રોબર્ટ ક્લાઇવ હંમેશા વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા હતા અને ભારતમાં સામ્રાજ્યનો પાયો નંખાયો તે માટે તેની નીતિ જવાબદાર હતી.

એક વર્ષની £20,000ની ફી ધરાવતી ખાનગી શાળાના હેડ ટીચર સાયમન એવરસને તેમના જૂના વિદ્યાર્થીઓને લખેલો પત્ર વાંચતાં જણાવ્યું હતું કે ‘’રોબર્ટ ક્લાઇવ હંમેશા વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે. ભારતમાં તેના પગલાના કારણે બ્રિટીશ સામ્રાજ્યનો પાયો નંખાયો હતો. પરંતુ તેના પોતાના સમકાલીન લોકો દ્વારા પણ  બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આ ક્ષણથી ક્લાઇવ હાઉસનું નામ બદલવામાં આવશે. તેના બદલે હાઉસના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સરેના ક્રિકેટર જ્હોન રફાયેલના નામ પરથી નામ રાખવામાં આવશે. જેઓ ઇંગ્લેન્ડ તરફથી રગ્બી રમ્યા હતા અને 1917માં યુદ્ધ હીરો તરીકે શહીદ થયા હતા. શાળામાં જુના અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથેની પરામર્શ પછી નામ બદલવામાં આવશે.’’

પરંતુ ઇતિહાસકારો દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી છે. કેમ્બ્રિજના ઇતિહાસકાર પ્રોફેસર રોબર્ટ ટોમ્બ્સે જણાવ્યું હતું કે ‘ઘણી જાહેર સંસ્થાઓ દ્વારા બ્રિટીશ સામ્રાજ્ય પ્રત્યે ક્રેવન્સ અને માઇન્ડલેસ વલણ અપનાવવામાં આવ્યું હતું’.

ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ-ટોરી સાંસદ લોર્ડ રોબાથેને કહ્યું હતું કે ક્લાઇવનું નામ ‘રદ’ કરવા બદલ શાળાના વડાઓએ શરમાવું જોઈએ.

ક્લાઇવે 49 વર્ષની વયે આત્મહત્યા કરી હતી અને તેના ઉપર ભારતની વસ્તીને લૂંટવાનો અને ગેરવહીવટ દ્વારા ભૂખમરો લાવવાનો આરોપ મૂકાયો હતો. એક તબક્કે તેના પર ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા હતા જે પાછળથી રદ કરવામાં આવ્યા હતા.