(@suryacommand on X via PTI Photo)

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવાર, 5 ઓગસ્ટે વાદળ ફાટતા આવેલા ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ હતી. અચાનક આવેલા પૂરમાં એક ગામ તણાઈ જતાં ઓછામાં ઓછા 4ના મોત થયા હતા અને 50થી વધુ ગુમ થયા હતાં.

ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારણએ રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં ચારના મોત અને 50 લોકો ગુમ થયાના અહેવાલ મળ્યાં હતા. રાહત અને બચાવ કામગીરી માટે આર્મી, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીં.

ઉત્તરાખંડ પોલીસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઉત્તરકાશીના હર્ષિલ વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે નુકસાન થવાની સંભાવના છે, જેમાં રહેવાસીઓને નદીઓથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી હતી.

ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતાં.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે.

LEAVE A REPLY