પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનના વેક્સીન રોલઆઉટના બીજા તબક્કામાં સંવેદનશીલ વંશીય લઘુમતી જૂથોના રસીકરણ માટે ડોકટરો, શિક્ષણવિદો અને પબ્લિક હેલ્થ કેમ્પેઇનર્સે સરકારને કોરોનાવાયરસ રસીની વ્યૂહરચના પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે.

યુકેમાં 23 મિલિયનથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને આગલા તબક્કામાં વ્યવસાય અથવા વંશીયતાને બદલે વયને લક્ષમાં લઇ 50 વર્ષથી ઓછી વયના લોકોને રસી આપવામાં આવશે.

પરંતુ જર્નલ ઓફ ધી રોયલ સોસાયટી ઑફ મેડિસિન (JRSM) દ્વારા પ્રકાશિત કરાયેલ એક ટિપ્પણીમાં, નિષ્ણાતોના જૂથે ચેતવણી આપી છે કે યુકેની કલર બ્લાઇન્ડ વેક્સીન સ્ટ્રેટેજીથી વંશીય લઘુમતીઓને કોવિડ-19થી બીમારી અને મૃત્યુનું જોખમ વધારે છે. આ વ્યૂહરચના લઘુમતી જૂથો પર રોગચાળાની અસમાન અસરોની અવગણના કરે છે.
જોઇન્ટ કમિટી ઓન વેક્સીનેશન અને ઇમ્યુનાઇઝેશન્સ (JCVI)એ સ્વીકાર્યું છે કે વંશીય લઘુમતી જૂથોના લોકો કોરોનાવાયરસથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે છે. વય આધારિત રોલઆઉટ ચાલુ રાખવું એ ટૂંકા સમયમાં સૌથી મોટો લાભ પ્રદાન કરશે”

ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રાયમરી કેર અને પબ્લિક હેલ્થના અધ્યાપક અઝિમ મજીદે સરકારને વંશીય લઘુમતીઓ સહિત તમામ ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાની હાકલ કરી છે અને એવી દલીલ કરી છે કે આમ કરવામાં નિષ્ફળ રહેવાથી બાકીની વસ્તી જોખમમાં મુકાય છે.

સંશોધન દર્શાવે છે કે લઘુમતી જૂથોના લોકો ગીચ અને વિવિધ પેઢીઓના લોકો સાથે રહેતા હોવાથી તેમના ઘરોમાં સેલ્ફ આઇસોલેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સંક્રમણની સંભાવના વધારે છે. આ ઉપરાંત ઉચ્ચ જોખમ ધરાવતા અને ઓછુ વેતન મેળવતા કી વર્કરનું પ્રમાણ ઉંચું છે.

JRSMએ લંડનના ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે કાર્યકારી વસ્તીનો 34 ટકા ભાગ શ્યામ અને એશિયન લોકોનો છે. વસ્તીના 54 ટકા ફૂડ રીટેઇલમાં, 48 ટકા હેલ્થ એન્ડ સોશ્યલ કેરમાં અને અને 44 ટકા ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. તેઓ ઘરેથી કામ કરી શકે તેમ ન હોવાથી તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાનું જોખમ વધારે છે.”
સેજનાં સભ્ય ડો. ઝુબૈદા હકે જેસીવીઆઈને તેની વ્યૂહરચના બદલવા બદલ ટીકા કરી હતી. કેબિનેટ ઑફિસના રેસ ડિસ્પેરિટી યુનિટના અહેવાલમાં દર્શાવ્યું છે કે કોવિડ-19ના બીજા મોજાના મૃત્યુદરમાં પાકિસ્તાની બેકગ્રાઉન્ડના પુરુષો અને મહિલાઓ માટે અનુક્રમે 124 અને 97 ટકાનો વધારો થયો છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના નવા સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે પુખ્ત વયના દર 10 શ્યામ લોકોમાંથી 4 લોકો કોવિડ-19 રસી મેળવવા માટે અચકાતા હોય છે. રનીમેડ ટ્રસ્ટ રેસ ઇક્વાલીટી થિંક ટેન્કના ડિરેક્ટર ડૉ. હલીમા બેગમે જણાવ્યું હતું કે આ સમુદાયોમાં રસીનો વપરાશ સુનિશ્ચિત કરવા વધુ કાર્ય કરવાની જરૂર છે. રનીમેડ મોબાઇલ રસીકરણ એકમો દ્વારા લોકોના ઘરે જઇને રસી આપવા કોલ કરી રહી છે.

હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે “કોવિડ-19 રસી માટેની પ્રાધાન્યતા શક્ય તેટલી વધુ મૃત્યુને અટકાવવાના ઉદ્દેશથી અંગે સ્વતંત્ર જેસીવીઆઈની સલાહને પગલે વિકસાવવામાં આવી હતી. વૃદ્ધાવસ્થા મૃત્યુનું એકમાત્ર મોટું જોખમ છે. અમે જેસીવીઆઈ ભલામણોને અનુસરી રહ્યા છીએ જેથી આપણે જીવન બચાવી શકીએ.’’