London, UK - A BMW about to enter the congestion charge zone, where a daily fee is charged.

જૂન 2020માં રજૂ કરવામાં આવેલો લંડન કંજેશ્ચન ચાર્જનો દરરોજનો £11.50 પરથી £15નો કરાયેલો વધારો હવે કાયમી કરાશે. પરંતુ તેના સમયમાં કરાયેલો વધારો સરકાર ઉલટાવી શકે છે. લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે આ માટે જાહેર પરામર્શ કરવામાં આવશે, અને લંડનવાસીઓને પોતાનો મત આપવા તેમણે વિનંતી કરી હતી.

કોવિડ રોગચાળા બાદ હાલમાં લંડન કંજેશ્ચન ચાર્જનો સમય ક્રિસમય ડે સિવાય દરરોજ, સપ્તાહના સાતેય દિવસ માટે સવારના 7:00થી રાતના 10:00 સુધીનો અને વધારો £11.50 પરથી £15 કરાયો હતો. ટીએફએલની દરખાસ્તો મુજબ ચાર્જનો સમયગાળો પહેલા મુજબ સવારના 7:00થી સાંજના 6:00 સુધી કરવાનું વિચારાઇ રહ્યું છે. પરંતુ તે ચાર્જ સપ્તાહના સાતેય દિવસ લેવાશે.

આ નિર્ણયને મનોરંજન વ્યવસાયો દ્વારા આવકારવામાં આવ્યો છે. પરંતુ વિકેન્ડમાં બિઝનેસ માંગતા લોકો દ્વારા આનો વિરોધ કરાઇ રહ્યો છે.

લંડન સિમ્ફની ઑર્કેસ્ટ્રાના મેનેજિંગ ડિરેક્ટર કેથરીન મેકડોવેલે જણાવ્યું હતું કે ‘’વધુ લોકો કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે અને ધટાડો રાત્રિના સમયની અર્થવ્યવસ્થાને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપશે”.

નાઈટક્લબ ફેબ્રિકના ડિરેક્ટર કેમેરન લેસ્લીએ ઉમેર્યું હતું કે “આ સમયે સેન્ટ્રલ લંડનમાં વધુ લોકોને આવકારવા માટે ટ્રાન્સપોર્ટના કોઈપણ પગલાને પૂરા દિલથી ટેકો આપવો જોઈએ.”

ગ્રીન એસેમ્બલીના સભ્ય સિયાન બેરીએ જણાવ્યું હતું કે “જ્યારે આપણને સલામત શેરીઓ અને ઓછા ટ્રાફિકની જરૂર હોય છે ત્યારે સેન્ટ્રલ લંડનમાં વધતા પ્રદૂષણ અને જોખમનો ખતરો છે.”

મેયર સાદિક ખાને કહ્યું હતું કે ‘’કન્જેશ્ચન ચાર્જ એક એવા સ્તરે હોવો જરૂરી છે જ્યાં તે પર્યાવરણીય સુધારણા સાથે સમાધાન કર્યા વિના શહેરના આર્થિક વિકાસમાં મદદ કરી શકે. આ દરખાસ્તો પાટનગરની સંસ્કૃતિ, આતિથ્ય અને રાત્રિના સમયે ચાલતા બિઝનેસીસને સમર્થન આપે છે, જેણે રોગચાળા દરમિયાન ખૂબ જ સંઘર્ષ કર્યો છે.’’