પ્રતિક તસવીર (Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

આવનારા દાયકાઓમાં લોકોના દિકરાના મોહને કારણે વિશ્વમાં પુરૂષોની વસ્તી નાટકીય રીતે મહિલાઓ કરતા ઘણી વધી જશે એમ બર્થ સેક્સ રેશિયોના નવા વૈશ્વિક મોડેલિંગમાં જાણવા મળ્યું છે.

રીસર્ચર્સે ચેતવણી આપી છે કે અમુક દેશોમાં છોકરાઓ માટેની “સાંસ્કૃતિક પસંદગીઓ”ને કારણે લાંબા ગાળાની વૈશ્વિક સ્થિરતા જોખમમાં મૂકાઇ શકે છે. જન્મ સમયે અસંગત લિંગ ગુણોત્તર ધરાવતા દેશોમાં 2030 સુધીમાં 4.7 મિલિયન છોકરીઓ ઓછી થશે અને 2100 સુધીમાં આ આંકડો 22 મિલિયન સુધી પહોંચી શકે છે.

જર્નલ બીએમજે ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળ જન્મ પહેલા જ બાળકોની જાતી પસંદ કરવાના કારણે 1970ના દાયકાથી દક્ષિણપૂર્વ યુરોપથી દક્ષિણપૂર્વ એશિયા સુધીના ઘણા દેશોમાં છોકરાઓની તરફેણ કરવાના કારણે છોકરાઓની સંખ્યા વધી છે. તેના કારણે

સામાજિક અને આર્થિક પ્રભાવો સાથે વિશ્વની ત્રીજા ભાગની વસ્તીમાં યુવાન પુરુષોની સંખ્યા ઘણી વધશે.

સાઉદી અરેબિયાની કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટીના ડૉ. ફેંગકિંગ ચાઓએ કહ્યું હતું કે “વસ્તીમાં સ્ત્રીઓના ઓછા પ્રમાણને કારણે અસામાજિક વર્તન અને હિંસાના સ્તરમાં વધારો થશે અને આખરે તે લાંબા ગાળાની સ્થિરતા અને સામાજિક વિકાસને અસર કરી શકે છે.”

1970થી 2020 સુધીના 204 દેશોના 3.26 બિલિયન લોકોના જન્મ રેકોર્ડના ડેટાબેઝના આધારે આ ગણતરી કરાઇ હતી. જેમાં સૌથી વધુ વાર્ષિક જન્મ ધરાવતા ચીન અને ભારત તથા પાકિસ્તાન, નાઇજીરીયા અને અન્ય સબ સહારન દેશોના આંકડા સમાવાયા હતા.