REUTERS/Adnan Abidi

ભારતમાં 19 એપ્રિલથી ચાલુ થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે શુક્રવાર, 5 એપ્રિલે તેનો ચૂંટણીઢંઢેરો જારી કર્યો હતો. પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં જાતિગત વસ્તી ગણતરી, અનામતમાં વધારો, રોજગારી સર્જન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રૂ.25 લાખ સુધીના મફત હેલ્થ ઇન્શ્યોન્સ સહિતના મુદ્દા પર ઘણા વચનો આપવામાં આવ્યાં છે. પાર્ટીએ તેના ચૂંટણીઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે.

પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં ચૂંટણીઢંઢેરો જારી કર્યા ત્યારે વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હતા તથા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી ચિદમ્બરમ હાજર રહ્યાં હતાં. સૌથી મોટા ચર્ચાના મુદ્દાઓમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું વચન છે. આ એક રાજકીય મુદ્દો છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં જાતિઓ, પેટાજાતિઓ અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ઓળખવા અને તેની ગણતરી કરવા માટે દેશવ્યાપી વસ્તીગણતરી હાથ ધરવાની તથા અનામત પરની 50 ટકાની મર્યાદામાં વધારો કરવા માટે બંધારણમાં સુધારો કરવાનું વચન આપ્યું છે.

પાર્ટીએ રોકડિયા પાક ઉગાડતા ખેડૂતો માટે MSP અથવા લઘુત્તમ ટેકાના ભાવને લાગુ કરવાનું વચન પણ આપ્યું છે. MSP મુદ્દો 2020થી ખેડૂતો આંદોલનનો મુખ્ય મુદ્દો હતો. તે MSP માટે કાયમી કાનૂની ગેરંટી આપશે.

પાર્ટીએ સાર્વત્રિક મફત આરોગ્યસંભાળનું વચન આપ્યું છે, જેમાં નિદાન, શસ્ત્રક્રિયા અને દવાઓનો ખર્ચ સામેલ છે. પાર્ટી ₹25 લાખ સુધીનો કેશલેસ ઇન્શ્યોરન્સ આપશે. 2025થી કેન્દ્ર સરકારની દરેક ભરતીઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાનું પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે, અને દરેક ગરીબ પરિવારને 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષની સહાય આપવાની પણ વાત કરી છે.

LEAVE A REPLY

17 + eight =