Senior Gujarat Congress leader Mohan Singh Rathwa joined BJP
(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ખેડાબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થતાં પહેલા કોટવાલા વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપ્યું હતું. ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલાય કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કોટવાલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

અશ્વિન કોટવાલ ત્રણ મુદતથી ખેડબ્રહ્માનની અનામત બેઠક પરથી ચૂંટાઈ આવે છે. તેઓ 2007થી ધારાસભ્ય તરીકે કામ કરે છે. પિતા પાસેથી રાજકીય વારસો મેળવનારા અશ્વિન કોટવાલ સાબરકાંઠાની આદિવાસી અનામત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કોટવાલનો ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર સહિતના વિસ્તારમાં એક નેતા તરીકે સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે રમીલા બારાને બે વખત ચૂંટણીમાં પછડાટ આપીને પોતાની બેઠક યથાવત રાખી છે. કોટવાલના પિતા વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે.

ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કહ્યું છે કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શરુઆતથી ભક્ત છું, કોંગ્રેસને રામ-રામ કહું છું.. આ સાથે તેમણે પોતાનું સમાજનું કામ કરી શકે અને સમાજની સેવા કરવાની શક્તિ છે તેનો ઉપયોગ કરીને વિકાસના કામોમાં ભાગીદાર થઈ શકે તે માટે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે  વડાપ્રધાન મોદી જે રીતે કામ કરવા માગે છે એ જ રીતે હું ગુજરાતના આદિવાસી સમાજ સુધી મારી વાત પહોંચાડીશ અને તેમણે જ આદિવાસીઓ માટે ચિંતા કરી છે તે જ રીતે હું પણ કામ કરીશ.