ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી ૨૨ ફૂટ નીચે બનનારું આ કેન્દ્ર આધ્યાત્મિક સાધનામાં રૂચિ ધરાવતા સાધકો માટે મહત્વનું સ્થળ બની રહેશે. આ પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓને માનસિક-શારીરિક આરોગ્ય લાભ થાય તે હેતુથી અહીં આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ બનશે.

લોકોક્તિ અનુસાર આ વડ ૫૦૦ વર્ષ પુરાણો છે. કંથારપુર મહાકાળી વડ તરીકે જાણીતા બનેલા આ વડને “મીની કબીરવડ”ના નામે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે વર્ષ ૨૦૦૬માં પ્રવાસન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩માં નરેન્દ્રભાઈએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્થળને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે મે-૨૦૨૧માં આશરે રૂ. ૧૫ કરોડના બજેટની જોગવાઈ સાથે “કંથારપુર મહાકાળી વડ” વિકાસ પ્રકલ્પને વધુ ગતિશીલ બનાવ્યો. મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

આ પ્રોજેક્ટ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ના સચિવ આર.આર.રાવલ કહે છે : ” કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં રૂ. ૯ કરોડ ૭૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાઈ રહ્યા છે.”

LEAVE A REPLY

9 − 3 =