અમેરિકાની સરકારે હંગામી વર્ક પરમિટ પર પહોંચેલા હજારોની સંખ્યામાં રહેતા તે ભારતીયોને મોટી રાહત આપી છે કે જે કોરોનાનાં કારણે ફસાઇ ગયા છે, અમેરિકાનાં વહીંવટીતંત્રએ H1B વિસા ની સમય મર્યાદા વધારવાની અને દેશમાં કેટલોક વધુ સમય સુધી રાખવાની અરજીનો સ્વિકાર કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ભારતીય સોફ્ટવેર એન્જીનિયર કંપનીઓ પોતાના સાઇટ કાર્ય માટે કર્મચારીઓને H1B વિસા પર અમેરિકા મોકલે છે. આ વીઝા ટુંકી અવધી માટેનાં હોય છે.

અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે(ગૃહ વિભાગ)એ H1B વિસા ની સમય મર્યાદા વધારવાનાં સંબંધમાં નવી નોટિફિકેસન જારી કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ રોગચાળાનાં પગલે વીઝા પર આવનારાની સામે કેટલીક મુશ્કેલીઓ છે.

USCISનાં જણાવ્યા પ્રમાણે દેશની H1B વિસા યોજનાનો દુનિયામાં સૌથી વધુ ફાયદો ભારતીય લોકોને મળી રહ્યો છે. અમેરિકાનાં વહીવટીતંત્રએ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે દુનિયામાં તમામ દેશોમાં પોતાની સરહદોનાં સીલ કર્યો છે, અને આંતરરાષ્ટ્રિય ઉડાનો સંપુર્ણ રીતે બંધ છે, યાત્રા પ્રતિબંધોનાં પગલે H1B વિસા ધારકો અમેરિકામાં ફસાઇ ગયા છે.તેમની વીઝા પરમિટની સમય મર્યાદા થોડા સમયમાં સમાપ્ત થવાની છે, જો કે અમેરિકાનો આંતરિક સુરક્ષા વિભાગ ખુબ ઝડપથી વીઝા સમયગાળો વધારવાની અરજીને સ્વિકારવાનું શરૂ કરી દે છે.