કોરોના વાયરસનાં કારણે મંગળવારે દુનિયાભરમાં મૃતકોની સંખ્યાથી વધુ થઇ ગયો છે, આ જાણકારી AFP દ્વારા સંકલીત આંકડાથી મળી છે. આંકડા અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં તેનો પહેલો કેસ નોંધાયા હતાં, અને ત્યાર પછીથી અત્યાર સુધી 1,23,635 લોકોનાં મોત થઇ ચુક્યા છે, માત્ર યુરોપમાં જ 81,474 લોકોનાં મોત થયા છે, ત્યાં જ દુનિયામાં કોરોનાના કુલ 19,63,993 નોંધાયા છે.

સ્પેનમાં મંગળવારે કોરોના વાયરસથી 567 લોકોનાં મોત થયા બાદ આ દેશમાં કોવિડ-19થી મરનારાની સંખ્યા વધીને 18,056 થઇ ગઇ છે, સત્તાવાર રીતે સ્પેનમાં મૃત્યુઆંક અમેરિકા અને ઇટલી બાદ દુનિયામાં ત્રીજો સૌથી વધું આંકડો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં નવા સંક્રમિતોની સંખ્યામાં 1.8 ટકાની વૃધ્ધી થયા બાદ કોરોના વાયરસથી પ્રભાવિત કેસ 1,72,541 થઇ ગઇ છે.

સ્પેનમાં કુલ 67,504 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે, કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતો રોકવા માટે સ્પેનમાં 14 માર્ચથી લોકડાઉન લાગું છે. બીજી તરફ ઇરાને મંગળવાર(14 એપ્રિલ)નાં દિવસે દેશમાં એક મહિનામાં પહેલીવાર કોરોના વાયરસનાં સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા 100થી ઓછી રહી છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 98 લોકોનાં મોત થયા છે, ત્યાર બાદ દેશમાં મૃત્યુઆંક 4,683 પહોંચી ગઇ છે.