Getty Images)

ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ જટીલ બની રહી છે. એક તરફ કોરોનાના દૈનિક કેસનો આંકડો વધી રહ્યો છે તો બીજીબાજુ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. દેશમાં રવિવારે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 60,391 કેસ નોંધાયા હતા તો સામે છેડે 48,600થી વધુ દર્દી સાજા પણ થયા હતા.

દેશ માટે સારા સમાચાર એ છે કે કોરોનાથી રિકવરી રેટ વધીને 65.44 ટકા થયો છે તેમજ મૃત્યુદર વધુ ઘટીને 2.13 ટકા થયો છે. દરમિયાન આઈસીએમઆરે હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓની નોંધણીની વ્યવસૃથા ગોઠવવા માટે પણ યોજના બનાવી છે.

દેશમાં રવિવારે 24 કલાકમાં કોરોનાના નવા 60,391 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 18,01,648 થઈ હતી. કોરોનાથી વધુ 857નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 38,106 થયો છે. જોકે, રવિવારે વધુ 48,613 દર્દીઓ સાજા થવાની સાથે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 11,82,885 થઈ છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે 8 વાગ્યે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના 5,67,730 એક્ટિવ કેસ છે, જે દેશમાં કોરોનાના ‘વાસ્તવિક દર્દીઓ’ છે અને તે કુલ કેસના 32.49 ટકા જેટલા છે. બધા જ એક્ટિવ કેસ હોસ્પિટલમાં મેડિકલ નિરિક્ષણ હેઠળ છે આૃથવા હોમ આઈસોલેશનમાં છે. દેશમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11.82 લાખથી વધુ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે રિકવરી રેટ વધીને 65.44 ટકા થયો છે જ્યારે મૃત્યુદર ઘટીને 2.13 ટકા થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે દેશમાં કોરોના સામેની લડતમાં રિકવરી રેટમાં સતત વધારો કરવામાં આપણને સફળતા મળી રહી છે. રિકવરી કેસ અને એક્ટિવ કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. 10મી જૂને સૌપ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા એક્ટિવ કેસ કરતાં વધુ થઈ હતી અને આ તફાવત 1,573 હતો, જે આજે વધીને 5,77,899 સુધી પહોંચી ગયો છે.

દરમિયાન આઈસીએમઆરે ભારતમાં કોરોનાના દર્દીઓનો રીયલ ટાઈમ ડેટા એકત્ર કરવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓનની નોંધણી માટે વ્યવસૃથા ગોઠવવાની યોજના બનાવી છે. તેનાથી સારવારના પરિણામો, કોરોનાની સ્થિતિના ટ્રેન્ડના વિશ્લેષણમાં મદદ મળશે તેમ અિધકારીઓએ જણાવ્યું હતું.

આઈસીએમઆરે સ્વાસ્થ્ય મંત્રાલય અને એઈમ્સના સંયુક્ત પ્રયાસોથી નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રી ગોઠવવાની યોજના બનાવી છે, જે સંશોધકો અને નીતિ ઘડનારાઓને કોરોનાની સારવાર માટેની વિવિધ થેરપીની અસરકારકતા, તેની આડઅસરો સમજવામાં મદદરૂપ થશે અને કોવિડ-19 દર્દીઓની સારવારમાં સુધારા માટેના પુરાવા એકત્ર થઈ શકશે. આ યોજનાનો આશય બધી જ વય જૂથના દર્દીઓમાં સારવારના પરિણામો, જટીલતાઓ, કોર્મોબિડિટીસ, તેમની ડેમોગ્રાફી, ક્લિનિકલ અને લેબોરેટરી ફિચર્સ જેવી માહિતીઓ એકત્ર કરવાનો છે.