Getty Images)

દુનિયામાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા બુધવારે પંદર મિલિયનનો આંક વટાવી ગઇ હતી. દુનિયામાં નવા કેસો નોંધાવાનો દર ઘટવાના કોઇ સંકેતો નથી. બીજી તરફ અડધા કરતાં વધારે કોરોનાના દર્દીઓ ધરાવતાં અમેરિકામાં સૌથી વધારે ઝડપે પ્રસરી રહ્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે સ્થિતિ સુધરતાં પહેલાં તે ઓર બગડશે તેમ લાગે છે. આમ છતાં દુનિયાના દેશો આ મહામારીનો સામનો કરવા બાબતે મતભેદો ધરાવે છે. અમુક દેશો નિયંત્રણો હળવાં કરી રહ્યા છે તો બીજી તરફ અમુક દેશો નિયંત્રણો ફરી લાદી રહ્યા છે.

જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરમાં પહેલો કેસ નોંધાયો એ પછી કેસોની સંખ્યા બે મિલિયને પહોંચતા 15 સપ્તાહ લાગ્યા હતા. જ્યારે 13 જુલાઇએ તેર મિલિયનનો આંક નોંધાયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં બીજા બે મિલિયન કેસો ઉમેરાતાં માત્ર આઠ દિવસ જ લાગ્યા છે.

દરમ્યાન કોરોના મહામારીનો સામનો કરવામાં ઓછું રેટિંગ મળતાં ભૂરાંટા થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક પલટી મારી અમેરિકનોને માસ્ક પહેરવાની સલાહ આપવા માંડી છે. આમ છતાં ટ્રમ્પે અમુક કાર્યોમાં અમેરિકા સૌથી બહેતર હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે અમેરિકા કોરોનાના ટેસ્ટ કરવાની બાબતે દુનિયામાં મોખરે છે. અમે 50 મિલિયન કરતાં વધારે ટેસ્ટ કર્યા છે. બીજા ક્રમે ભારત છે જ્યાં 12 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આપણે મોટી સંખ્યામાં ટેસ્ટ કર્યા છે તેમ મને લાગે છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા હવે કોરોના વિશે ઘણું જાણે છે. તેના લક્ષ્ય કોણ છે તે પણ અમે જાણીએ છીએ. હાલ અમે એક શક્તિશાળી વ્યૂહ ઘડી રહ્યા છીએ.

દરમ્યાન કોરોનાના ચેપમાંથી સાજા થયેલાં લોકોને તેનો ચેપ ફરી લાગવા બાબતે વધારે સાવધ રહેવું પડે તેવા સમાચાર છે. ન્યુ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે કોરોનાના હળવાં લક્ષણો ધરાવતાં કેસમાં એન્ટબોડીનું લેવલ હવે ઝડપથી ઘટી જતું હોવાથી કોરોનાના સાજા થયેલા દર્દીઓને પણ તેનો ચેપ લાગવાની સંભાવના વધી રહી છે.

જેમને ઇન્ટેન્સીવ કેરની જરૂર નહોતી પડી તેવા કોરોનાના 34 દર્દીઓના એન્ટીબોડીઝ મેળવી તેનો અભ્યાસ કરતાં જણાયું હતું કે એન્ટીબોડીઝની સંખ્યામાં 73 દિવસ બાદ ઘટાડો થવા માંડયો હતો. આ ઘટાડો અગાઉના વાઇરસની સરખામણીમાં વધારે ઝડપથી નોંધાયો હતો.

કેલિફોનયા યુનિવસટીના સંશોધક એફ.ઝેવિયર ઇબારોન્ડોએ જણાવ્યું હતું કે 90 દિવસ બાદ એન્ટી વાઇરલ એન્ટીબોડીઝના ઘટતાં દર બાબતે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ કરેલા એક કે અન્ય અભ્યાસમાં પણ ચેપ લાગ્યાના નેવું દિવસ બાદ એન્ટીબોડીઝની સંખ્યા એટલી હદે ઘટી જતી હોવાનું જણાયું હતું કે તેને પારખી પણ શકાતાં નથી.

જો સ્વિડનમાં ટોચના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેમને છ મહિના સુધી તેની સામે રક્ષણ મળે છે. તેમનામાં એન્ટીબોડીઝ ડેવલપ થયા હોય કે નહીં પણ તેઓને ફરી છ મહિના સુધી કોરોનાનો ચેપ લાગતો નથી.