Getty Images)

ચીનમાં મંગળવારે કોરોના વાઇરસના કારણે વધુ 24નાં મોત થયાનું જાહેર થયું છે, જેને પગલે આ ચેપી રોગચાળાનો ભોગ બનનારા લોકોનો કુલ સત્તાવાર મૃત્યુઆંક વધીને 106 થયો છે અને દેશમાં 4,515 લોકોને આ બીમારી થઈ હોવાની પુષ્ટી થઈ છે તેમ સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું. તિબેટ સિવાય ચીનના બધા જ પ્રાંતોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે અને તેનો સામનો કરવો સ્વાસ્થ્ય વિભાગ માટે મોટો પડકાર સાબિત થયા છે.

દુનિયામાં કોરોના વાઈરસના થાઈલેન્ડમાં 7, જાપાનમાં 3, દક્ષિણ કોરિયામાં 3, અમેરિકામાં 3, વિયેતનામમાં 2, સિંગાપોરમાં 4, મલેશિયામાં 3, નેપાળમાં 1, ફ્રાન્સમાં 3, ઓસ્ટ્રેલિયામાં 4 અને શ્રીલંકામાં 1 કેસ નોંધાયા છે. ચીનમાં કોરોના વાઈરસના કારણે કુલ મૃત્યુઆંક 106 થયો છે અને નવા 1,300 કેસ નોંધાયા છે તેમ ઓથોરિટીએ મંગળવારે જણાવ્યું હતું.

હુબેઈ પ્રાંતમાં નવા ન્યુમોનિયા જેવા વાઇરસના કુલ 4,515 કેસ નોંધાયા છે જ્યારે 2,567 દર્દીઓને હોસ્પિટલમાં દાખાલ કરાયા છે, જેમાં 563ની સ્થિતિ ગંભીર અને 127ની સ્થિતિ અતિ ગંભીર છે તેમ હુબેઈ પ્રાંતના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું હતું. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ હુબેઈ પ્રાંતની હોસ્પિટલોમાં તાવના 31,934 દર્દીઓ દાખલ કરાયા છે. અત્યાર સુધીમાં વાઈરસના 4,200 કેસોની પુષ્ટી કરાઈ છે.