ભારતની જબરદસ્ત બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નહેવાલે તેની મોટી બહેન ચંદ્રાશું સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. જોકે આ માહિતી હાલ સૂત્રોના આધારે મળી છે. હરિયાણામાં જન્મેલી 29 વર્ષની સાઈના નહેવાલ ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે. બેડમિન્ટનમાં દુનિયામાં નંબર વન રહેલી સાઈનાને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન અવોર્ડથી નવાઝમાં આવી છે. અત્યાર સુધી સાઈનાએ કુલ 24 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. જ્યારે લંડનમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. તે વર્ષ 2009માં દુનિયાની બીજા ક્રમની અને વર્ષ 2015માં બેડમિન્ટનમાં દુનિયાની પહેલાં નંબરની ખેલાડી બની હતી.