ભારતના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે ઓમિક્રોનને કારણે ક્વોરેન્ટાઇન અને આઇસોલેશનના નિયમો સખ્તાઇથી લાગુ કરો. ઓમિક્રોનને અત્યંત ચિંતાજનક વેરિયન્ટ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને હોટસ્પોટ પર ચાંપતી નજર રાખવામાં આવે. તેમણે વેક્સિનના કવરેજમાં વધારો કરવાની પણ તાકીદ કરી હતી.

રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મારફત આવતા પેસેન્જર્સની અગાઉની હવાઇયાત્રાની જાણકારી મેળવવાની એક પ્રક્રિયા છે અને તેનું રાજ્ય સ્તરે પાલન કરવામાં આવે. રાજ્યોએ પ્રયાસ કરવો જોઇએ કે પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચો રહે.