Getty Images)

વિશ્વ મહાસત્તા અને કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા હવે ચીનને ચોતરફથી ઘેરી રહ્યુ છે, જેને લઇને ચીને સમગ્ર દુનિયાને પરિણામ ભોગવી લેવાની ધમકી આપી દીધી છે. ચીની સરકારના અંકુશ હેઠળ કાર્યરત ગ્લોબલ ટાઇમ્સ સમાચાર પત્રએ મંગળવારે તેના તંત્રી લેખમાં કહ્યુ કે અમેરિકા તમામ મોટા દેશોને ચીન વિરુદ્ધ ભડકાવી રહ્યુ છે અને તેના પક્ષમાં ખેંચી રહ્યુ છે.

જેની પ્રતિકૂળ અસર પડશે. ચીનના પ્રમુખ અંગ્રેજી સમાચાર પત્રનું કહેવુ છે કે અમેરિકા તેનો પ્રભાવ વધારી રહ્યુ છે અને દુનિયા તેની ભરપાઇ કરશે. અમેરિકા એ દેશોને પણ સમર્થન આપી રહ્યુ છે જેમની જમીન ચીને પડાવી લીધી છે. અમેરિકા પશ્ચિમ દેશો સહિત એશિયાઇ દેશોમાં પણ ચીન વિરુદ્ધ કામગીરી કરી રહ્યુ છે. ચીની મીડિયા મુજબ ચીનનુ બજાર અમેરિકાની બરોબરીવાળુ છે.

આશરે 100 દેશો સાથે ચીનના વેપારી સંબંધો છે, પરંતુ અમેરિકા તેમાં દખલગીરી કરી રહ્યુ છે. જેનું પરિણામ સમગ્ર વિશ્વ લાંબા સમય માટે ભોગવશે. ગ્લોબલ ટાઇમ્સએ લખ્યુ છે કે, દુનિયા લાંબા સમય સુધી નુકસાન ઉઠાવવુ પડશે. હાલમાં જે કોવિડ-19 મહામારી ચાલી રહી છે તે માત્ર પહેલી લહેર છે.

મહામારી વધી હોવા છતા અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સહયોગથી છેડો ફાડ્યો છે. ચીની મીડિયાએ સીધી રીતે જ અમેરિકાને યુદ્ધ માટે જવાબદાર ઠેરવી દીધુ છે. જેના લીધે દુનિયાના ઘણા દેશો ગંભીર પરિણામો ભોગવશે.