મુંબઈમાં ત્રણ ઓક્ટોબર 2020ના રોજ આરોગ્ય કાર્યકર મેડિકલ સ્ક્રીનિંગ દરમિયાન લોકોના કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યાં છે. (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 65 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી 55 લાખ લોકો કોરોનામુક્ત થયા છે. તેનાથી દેશમાં રિકવરી રેટ 84.13 ટકા થયો છે.

ભારતના આરોગ્ય મંત્રાલયને રવિવાર સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 65,49,373 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,01,782 થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 940 લોકોના મોત થયા હતા. કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 55,09,966 થઈ છે. દેશમાં હાલમાં 9,37,625 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 14.32 ટકા થાય છે. દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા સાત ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 40 લાખના આંકને વટાવી ગઈ હતી. 16 સપ્ટેમ્બર સુધીમાં કુલ કેસની સંખ્યા 50 લાખ અને 28 સપ્ટેમ્બરે 60 લાખને વટાવી ગઈ હતી.