માત્ર ભારતના જ નહીં પણ વિશ્વમાં મહાપુરુષ ગણાતા ગાંધીની શુક્રવારે, 2 ઓક્ટોબરે 151મી જન્મ જયંતીની ઉજવણી ભારત સહિત વિશ્વભરમાં થઇ હતી. દુબઇ પણ ગાંધીજીના રંગે રંગાયુ હતું. શાંતિ અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે દુબઇમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા પર તેમની તસવીરો અને વિચારોનો લાઇટ શો યોજાયો હતો. આ શોને લોકોનો ઘણો આવકાર મળ્યો હતો.
બૂર્જ ખલિફા પર વિશેષ પ્રસંગે વિશેષ લાઇટ શો યોજવામાં આવે છે. જેના વડે કોઇ મહાનુભાને અંજલિ આપવામાં આવે છે, તો વળી કોઇક ખાસ સંદેશ આપવામાં આવે છે. 882 મીટર ઉંચી ઇમારત પર યોજાતા આ લાઇટ શોનું દ્રશ્ય આકર્ષક હોય છે.