(Getty Images)

યુરોપિયન એરલાઇન્સ ફ્લાઇડ ઉપડતા પહેલા કોવિડ-19ના એવા ટેસ્ટીંગ કરવાની માગ કરી રહી છે જેના પરિણામ પ્રેગનન્સી ટેસ્ટની જેમ એકદમ ઝડપથી મળી રહે, જેથી પ્રવાસીઓ મુસાફરી દરમિયાન સલામતી અનુભવી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ જર્મનીની લુફથાન્સા એરલાઇને તેનું અસ્તિત્વ ટકાવવા માટે સરકાર પાસે મદદ માગી છે. તે સ્વિસ ડ્રગમેકર રોશ સાથે કથિત એન્ટિજેન ટેસ્ટની વ્યવસ્થા માટે ચર્ચા કરી રહી છે, એરલાઇનનો હેતુ આવતા મહિને તે ટેસ્ટને ઉપલબ્ધ કરાવવાનો છે.

આ દરમિયાન ઇટાલિયન એરલાઇન એલિટેલિયાએ જણાવ્યું હતું કે, તેમણે બુધવારથી મિલાનથી રોમની બે ફ્લાઇટ્સ શરૂ કરી છે. આ ઉપરાંત તેમની નેગેટિવ ટેસ્ટ ધરાવનાર પ્રવાસીઓ માટે રોમથી મિલાનની બે વિશેષ ફ્લાઇટ્સની ઓફર કરી રહ્યા છે. જુદા જુદા એરપોર્ટ્સ પર હેલ્થ ઓથોરિટીઝ દ્વારા ટિકિટની કિંમતમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો તે સુરક્ષિત અને લોકપ્રિય જણાશે તો આવા એન્ટીજેન ટેસ્ટેડ ફ્લાઇટ્સનો વ્યાપ પહેલા ડોમેસ્ટિક કક્ષાએ અને પછી અન્ય દેશોમાં વધારવામાં આવશે.

આરોગ્ય સત્તાવાળાઓને લેબોરેટરી આધારિત મોલેક્યુલર ટેસ્ટ્સથી વિપરીત, એન્ટિજેન ટેસ્ટ્સ માટે મશીનમાં થતી પ્રક્રિયા કરવાની જરૂર હોતી નથી. તેમાં પ્રેગનન્સી ટેસ્ટ્સની જેમાં અંદાજે 15 મિનિટમાં પરિણામ મળી શકે છે. જોકે, આ ટેસ્ટ્સ નાક દ્વારા થતા હોવાથી તેમાં મોલેક્યુલર કે પીસીઆર ટેસ્ટ્સની જેમ સચોટ પરિણામ મળતું નથી. તેનાથી સામાન્ય રીતે ‘ખોટા નેગેટિવ’ રીપોર્ટ મળે છે, જેનો અર્થ એ થયો કે, બીમાર લોકો દર્દ સાથે વિમાનમાં બેસી શકે છે.

એબોટ લેબોરેટરીઝ, બેક્ટન ડિકિન્સન એન્ડ કંપની અને ક્વિડેલ કોર્પ અને રોશ જેવી કંપનીઓમાંથી, જે સાઉથ કોરિયાની ખાનગી રીતે યોજાયેલી એસડી બાયોસેન્સરની એન્ટિજેન ટેસ્ટ્સનો ફરીથી પ્રચાર કરી રહી છે, આવી કંપનીઓની સંખ્યા માર્કેટમાં આગળ વધી રહી છે.

યુરોપમાં કોવિડ-19 કેસોના ફરીથી વધવાને કારણે એરલાઇન્સ કંપનીઓ વિવિધ દેશની સરકારને મર્યાદિત મુસાફરી પ્રતિબંધના વિકલ્પો સ્વીકારવા દબાણ કરી રહી છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વડાએ મંગળવારે જણાવ્યું હતું કે, નોન મેડિકલ કર્મચારીઓ દ્વારા સંચાલિત રેપિડ એન્ટિજેન ટેસ્ટ્સ આવનારા દિવસોમાં સાત ડોલરના દરે ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે.