ભારત, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન જેવા દેશોના કેટલાક લોકો કે જેઓ 1988 પહેલા યુકેમાં કાયદેસર રીતે સ્થાયી થયા છે, તેમને અહીં રહેવાનો અને કામ કરવાનો અધિકાર છે, પરંતુ તેમનુ લીગલ સ્ટેટસ બતાવવા માટે તેમના પાસે યોગ્ય દસ્તાવેજો નથી.

પરિણામે, તેમને યુકેમાં કામ કરવાના અને યુકેમાં સેવાઓ મેળવવાનો અધિકાર દર્શાવવાનું મુશ્કેલ લાગ્યું હશે અને નોકરીઓ, આવાસ અને આરોગ્યસંભાળ જેવી બાબતો ખોવાઈ ગઈ હશે. જે ‘વિન્ડરશ ઇશ્યૂ’ તરીકે જાણીતો બન્યો છે, કારણ કે અસરગ્રસ્ત લોકોમાં ‘વિન્ડરશ જનરેશન’ના ઘણા લોકો અને તેમના પરિવારો છે. યુ.કે.માં રહેવા અને કામ કરવાનો તેમનો અધિકાર દર્શાવવા માટે પાત્ર લોકોને દસ્તાવેજો અપાવવા માટે વિન્ડરશ સહાય ટીમની રચના કરવામાં આવી છે. તેઓ વળતર માટે દાવો કરવામાં પણ લોકોને મદદ કરી શકે છે.

અહીં વિન્ડરશ યોજના અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમ માટે અરજી કરવા બાબતે કેટલીક સામાન્ય ગેરસમજોનો ઉલ્લેખ કરાયો છે, કેમ કે ઘણા લોકોને ખ્યાલ નથી, તેઓ આ માટે ટેકો મેળવવાની અરજી કરવા અથવા વળતર મેળવવા માટે પાત્ર છે.

તમે ફક્ત કેરેબિયનથી હો તો જ સહાય મેળવી શકો છો.

આ સાચું નથી. જો તમે 1988ના અંત પહેલા કોઈ પણ દેશમાંથી યુકેમાં કાયદેસર સ્થાયી થયા છો અને વિન્ડરશ ઇસ્યુથી પ્રભાવિત થયા છે, તો તમે સમર્થન માટે પાત્ર છો કે કેમ તેની ખાતરી કરવા માટે તમારે વિન્ડરશ સપોર્ટ ટીમને ફોન કરવો જોઈએ.

જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો હોય તો જ તમે મદદ માટે અરજી કરી શકો છો

જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો ન હોય તો પણ તમે અરજી કરી શકો છો. યુકે સરકારે માન્યતા આપી છે કે વિન્ડરશ ઇસ્યુથી પ્રભાવિત લોકો પાસે તેમની કાયદેસરની સ્થિતિને સાબિત કરવા માટે દસ્તાવેજો નથી અને તેથી જ સરકારે અસરગ્રસ્ત જૂથોને જરૂરી દસ્તાવેજો અપાવવા અને તેમણે સહન કરેલ નુકસાનની ભરપાઇ કરવા તેમજ થયેલી અસરો માટે વિન્ડરશ યોજના અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમની રચના કરી છે.

મદદ અથવા વળતર પ્રાપ્ત કરવામાં વર્ષો લાગી શકે છે

તમે માનો છો તે કરતા સહાયતા મેળવવી વધુ ઝડપી અને સરળ છે. વિન્ડરશ હેલ્પ ટીમ એ સમર્પિત વ્યક્તિઓનું જૂથ છે, જે જરૂરતમંદ પાત્ર લોકોને ટેકો મળી રહે તે માટે અરજીની પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધ છે – જે યુકેમાં રહેવાનો તેમનો અધિકાર સાબિત કરવા અથવા વળતર મેળવવા માટે યોગ્ય દસ્તાવેજો અપાવવામાં મદદ કરે છે.

જો તમે વિન્ડરશ હેલ્પલાઇનને ફોન કરશો તો તમારી વિગતો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને આપવામાં આવશે.

આ એકદમ સાચું નથી. વિન્ડરશ સમસ્યાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે વિન્ડરશ સહાય ટીમની રચના કરવામાં આવી હતી. વિન્ડરશ સહાય ટીમ દ્વારા તમામ સક્રિય વિન્ડરશ કેસોનો સંવેદનશીલતાથી વ્યવહાર કરવામાં આવે છે.

કૉલર દ્વારા વિન્ડરશ હેલ્પલાઇનને આપવામાં આવેલી માહિતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સાથે શેર કરવામાં આવી નથી.

પ્રોસેસ ખર્ચાળ છે.

આ હેલ્પલાઇન મફત છે અને સપોર્ટ માટે કરેલી કોઈપણ એપ્લિકેશન મફત કરવામાં આવે છે.

તમારો ગુનાહિત રેકોર્ડ હોય તો તમે અરજી કરી શકતા નથી.

વિન્ડરશ સપોર્ટ ટીમ વિન્ડરશ ઇશ્યૂથી પ્રભાવિત થયેલા લોકોને ટેકો આપવા પર કેન્દ્રિત છે. જો તમારો ગુનાહિત રેકોર્ડ હોય તો પણ તમે સહાય મેળવવા માટે પાત્ર છો.

સપોર્ટ માટેના તમામ દાવાઓ કોવિડ-19 રોગચાળાને કારણે અટકાવી દેવામાં આવ્યા છે

વિન્ડરશ હેલ્પ ટીમે રોગચાળા દરમિયાન એપ્લિકેશન પર પ્રોસેસ કરવાનું ચાલુ રાખ્યું છે અને વિન્ડરશ ઇસ્યુથી પ્રભાવિત લોકોના જીવનમાં ફરક લાવવા અથાક મહેનત કરી રહી છે.

વળતરની પ્રથમ ઓફર સ્વીકારવાની ફરજ પાડવામાં આવે છે.

જો તમને વળતર આપવામાં આવે છે અને ઓફર કરેલી રકમથી તમે ખુશ નથી, તો તમે હોમ ઑફિસમાં બીજી ટીમ દ્વારા કરાયેલી ઑફરની સમીક્ષા કરવા માટે હક્કદાર છો. જો તમે તે પછી પણ ઓફરથી નાખુશ છો, તો તમે સ્વતંત્ર એડજ્યુડીકેટર દ્વારા તેની સમીક્ષા કરાવી શકો છો.

જો તમે વિદેશમાં હો તો તમે અરજી કરી શકતા નથી

તો પણ તમે વિન્ડરશ સપોર્ટ ટીમના સમર્થન માટે અરજી કરવા માટે સક્ષમ છો, પરંતુ તેની પ્રક્રિયા થોડી અલગ છે. જો તમે યુકેની બહારથી અરજી કરી રહ્યા છો, તો તમારે ઑનલાઇન એપ્લિકેશન ફોર્મનો ઉપયોગ કરવો આવશ્યક છે.

જો તમને કયા જરૂરી દસ્તાવેજો જોઇશે તેની ખબર ન હોય છતાય, તમને વિન્ડરશ સ્કીમ અને વિન્ડરશ કોમ્પેન્સેશન યોજનામાંથી સહાય મળી શકે છે તે જાણવા માટે વેબસાઇટ https://windrush.campaign.gov.uk/ ની મુલાકાત લો અથવા સહાય માટે મફત હેલ્પલાઇન 0800 678 1925 ઉપર કૉલ કરો.

તમે વિન્ડરશ સપોર્ટ ટીમને જે કંઈ પણ કહેશો તેને સંવેદનશીલતા સાથે લેવામાં આવશે અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને તે આપવામાં આવશે નહીં.