કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈસરને વધુ ફેલાતો અટકાવવા માટે બહુ મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મોટા ચાર શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ શહેરોમાં પૂણે,મુંબઈ, પિંપરી-ચિંચવાડ અને નાગપુરનો સમાવેશ થાય છે.આ શહેરોમાં 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. જોકે મહારાષ્ટ્ર સરકારે લોકોને પેનિક નહી થવાની અપીલ કરી છે. કારણકે સરકારે જાહેરાત કરી છે કે, શાકભાજી, અનાજ-કરિયાણા જેવી જીવન જરુરી સેવાઓ આપતી દુકાનો ચાલુ રાખવામાં આવશે. આ ચાર શહેરોમાં ગણતરીના સરકારી કર્મચારીઓ જ ફરજ પર કાર્યરત રહેશે. બીજી તરફ દિલ્હીમાં પણ સરકારે તમામ મોલ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સરકારે રેસ્ટોરન્ટ બધ કરવાનો નિર્ણય લીધો હતો.