અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક રાજકીય કાર્યક્રમમાં હાજર રહેલો એક શખસ કોરોનાવાઈરસનો દર્દી હતો. આ વાતની પુષ્ટિ થતાં જ વ્હાઈટ હાઉસમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ટ્રમ્પે કહ્યું કે, મારો ચૂંટણી પ્રચાર આ જ રીતે ચાલુ રહેશે, મને તેની જરાયે ચિંતા નથી.

મારું શિડ્યુલ પહેલાની જેમ જ નક્કી છે. કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટી અમેરિકાના કન્ઝર્વેટિવ નેતાઓનો સૌથી મોટો જમાવડો છે. 26થી 29 ફેબ્રુઆરી સુધી વૉશિંગ્ટન નજીક આ સંસ્થાનો એક મોટો કાર્યક્રમ હતો, જેમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ઉપ પ્રમુખ માઈક પેન્સે પણ હાજરી આપી હતી.

આ કાર્યક્રમના આયોજક અમેરિકન કન્ઝર્વેટિવ યુનિયને ડિસીઝ કંટ્રોલ સેન્ટરનો હવાલો આપીને શનિવારે ટ્વિટ કરી હતી કે, ‘આ વ્યક્તિને કોન્ફરન્સ પહેલા ચેપ લાગ્યો હતો. ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં તેનો ટેસ્ટ થયો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.’ આ ખુલાસા પછી દર્દીને સામાન્ય લોકોની વસતીથી દૂર કરી દેવાયો છે. હાલ તે ન્યૂજર્સીમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

આયોજકનો દાવો છે કે, આ વ્યક્તિએ પ્રમુખ કે ઉપ પ્રમુખ સાથે સંપર્ક નહોતો કર્યો. તે મુખ્ય હૉલના કાર્યક્રમમાં પણ નહોતો ગયો. જોકે, યુનિયનના ચેરમેન મેટ શ્કૈલ્પે અમેરિકન અખબાર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ને કહ્યું હતું કે, આ સંમેલનના આખરી દિવસે દર્દીએ ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યો હતો