સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યાનો આંકડો શુક્રવારે 1,00,000ને વટાવી ગયો છે. વૈશ્વિક સમાચાર સંસ્થા રોઇટર્સની ઇટલી પાંખના આંકડાઓ મુજબ શુક્રવારે સમગ્ર વિશ્વના આંકડાઓ એકઠા કરતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે.

દરમિયાન આ ભયાનક મહામારીનો સૌથી મોટો ભોગ જગત જમાદાર અમેરિકા બન્યું છે. જ્હોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ 24 કલાકમાં શુક્રવારે અમેરિકામાં 2000થી વધુ લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મોત ઈટલીમાં થયા છે.

ઈટલીમાં 18,8469 લોકોનાં કોરોના કારણે મોત થયા છે પરંતુ અમેરિકા આ તમામ રેકોર્ડ તોડશે. અમેરિકામાં કોરોનાના કારણે 18,586 લોકોનાં મોત થયા છે. શુક્રવારના આંકડાઓ મુજબ કોરોના વાયરસનો વૈશ્વિક મૃત્યુદર 6.25 ટકા રહ્યો છે. શુક્રવાર સુધી નોંધાયેલા 10.6 લાખ કરતાં વધારે કેસમાંથી 6.25 ટકા લોકોનાં મોત થયા છે.

યૂરોપના દેશો ઇટાલી, ફ્રાંસ, અલ્જીરિયા, નેધરલૅન્ડ, સ્પેન, બ્રિટનમાં ચેપગ્રસ્તોના 10 ટકા લોકો મોતને ભેટી રહ્યા છે. ચીનના 44000 ચેપગ્રસ્તોમાંથી 2.9 ટકાનો મૃત્યુદર જોવા મળ્યો જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.