Getty Images)

દુનિયામાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 35 લાખ 82 હજાર 985 દર્દી નોંધાયા છે. જેમાં 1 કરોડ 60 લાખ 80 હજાર 485 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 8 લાખ 12 હજાર 487 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સોમવારે ઓકલેન્ડમાં લોકડાઉન એક સપ્તાહ માટે વધારી દીધું છે. લગભગ એક સપ્તાહ પહેલા નવા કેસ નોંધાયા પછી ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેનો સમય 26 ઓગસ્ટે પુરો થવાનો હતો. જેસિંડાએ કહ્યું કે, આ લેવલ ટૂનું લોકડાઉન હશે.

જેમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરી શકશે, પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે કોરોના વાઈરસ દર્દીઓની સારવાર માટે બ્લડ પ્લાઝ્માના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ તરફથી ઈમરજન્સીમાં તેના ઉપયોગની મંજૂરી આપનારો આદેશ જાહેર કરાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમના કહેવા પર જ FDAએ નિર્ણય કર્યો છે. જો કે, FDAએ ટ્રમ્પના આ દાવાને ફગાવ્યો છે.મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,948 કેસ નોંધાયા છે. 226 લોકોના મોત થયા છે.

દેશમાં હવે સંક્રમિતોનો આંકડો 5 લાખ 60 હજાર 164 થઈ ગયો અને અત્યાર સુધી 60 હજાર 840 લોકોના મોત થયા છે. સરકારે કહ્યું કે, સંક્રમિતોની સંખ્યા જાહેર કરાયેલા આંકડાઓથી વધુ હોઈ શકે છે.ચીનમાં રવિવારે સતત આઠમા દિવસે ઘરેલુ સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 સંક્રમિત નોંધાયા, પણ આ તમામ અન્ય દેશોમાંથી આવેલા લોકો હતા. દેશમાં અત્યાર સુધી 84 હજાર 967 કેસ નોંધાયા છે અને 4,634 લોકોના મોત થયા છે. સરકારે બેઈજિંગ સહિત અન્ય ઘણી જગ્યાઓ પર પ્રતિબંધોમાં છૂટ છાટ આપી છે. બેઈજિંગના લોકો માટે હવે માસ્ક પહેરવું જરૂરી નથી.

અહીંયા અમ્યુઝમેન્ટ પાર્ક ખોલી દેવાયા છે, લોકો મોટા પાયે અહીંયા આવીને પાર્ટી કરી રહ્યા છે.ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 4900 કેસ નોંધાયા છે.આ દેશમાં મે પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને આ અંગેની માહિતી આપી છે.તેમણે કહ્યું કે, આપણે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં જોખમ વધી શકે છે. આ ફેબ્રુઆરીની જેમ નથી જ્યારે મહામારી દેશમાં ફેલાવાની શરૂ થઈ હતી. આ વાઈરસ 40થી 60 વર્ષની વચ્ચેના લોકોમાં ચાર ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે.

યુવાન લોકો આ બિમારીને વૃદ્ધો સુધી ફેલાવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને જરૂરી પગલા ભરી રહ્યા છીએ.રશિયામાં રવિવારે 4,744 કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 9 લાખ 61 હજાર 493 થઈ ગયો છે. રવિવારે થયેલા 65 મોત સાથે મૃત્યુઆંક 16 હજાર 448 થઈ ગયો છે. રશિયા સંક્રમણના કેસમાં દુનિયામાં ચોથા નંબરે છે.રશિયાએ તેની વેક્સીન સ્પુતનિક-વીની પહેલી બેચ તૈયાર કરવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ કરાશે. મેક્સિકોમાં આના માટે વેક્સીનના બે હજાર ડોઝ પણ મોકલવામાં આવ્યા છે.