સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતને કોરોના સામે લોકોને બચાવવા માટે વેન્ટીલેટર, માસ્ક, સહીતની અનેક ચીજોની જરૂરિયાત છે.

ચીને સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટર સહિત Covid-19 માટે વપરાતી ચીજોનો તકલાદી માલ વેચ્યો હોવા છતા ભારત ચીન પાસેથી ખરીદી કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત ચીન પાસેથી વેન્ટીલેટર્સ અને અન્ય ચીજો ખરીદશે આ અહેવાલથી હાહાકાર મચી ગયો છે.ભારતમાં 1251થી વધુ કેસ અને 32 જેટલી મોત કોરોનાના કારણે સરકારી ચોપડે નોંધાઈ ગઈ છે.

સ્વાસ્થ્ય તજજ્ઞોનાં મતે દેશમાં એક લાખ કરતાં વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાલી એનડીએ સરકાર મેડિકલ સંસાધનો અને માસ્ક સહિતની ચીજો દક્ષિણ કોરિયા અને ચીન પાસેથી ખરીદી કરવા માટે જઈ રહી છે.

ભારતના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ‘દેશમાં પ્રોડ્કશન કરવામાં ખૂબ સમય વીતે તેવી શક્યતા છે ત્યારે આપણે ચીન પાસેથી માલ ખીરીદીશું.ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેટલાક દેશોએ ચીનમાંથી મોકલાયેલા માલ પર ગુણવત્તાની ફરિયાદો આપી છે અને અમે તેને ધ્યાને લીધી છે.

સરકાર આ દિશામાં કામ કરી રહી છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયીંગે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે અમે સંબંધિત વિભાગોને વિદેશી ફરિયાદોની જાણ કરી છે. ચીનનો હેતુ સમગ્ર વિશ્વને આ આફતાના સમયે મદદ કરવાનો છે. અમારા વિભાગો દિવસ-રાત કામ કરી રહ્યા છે.