નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મરકજમાંથી ગયેલા 120 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 77 માત્ર તમિલનાડુમાં છે.

9 દર્દી અંદમાન-નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તેલંગણામાં 6 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ મામલાઓ વધે તેવી શકયતા છે. દિલ્હી સરકાર મંગળવાર સાંજ સુધીમાં મરકજમાંથી 1,548 લોકોને નીકાળી ચૂકી હતી. કોરોનાના લક્ષણવાળા 500થી વધ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે બાકીના ક્વોરેન્ટાઈનમાં છે. 441 લોકોમાંથી 417ની તપાસ કર્યા વગર જ કોરોનાના દર્દી માનીને ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે. સરકારની ચિંતા એટલે વધી ગઈ છે કે મરકજમાંથી ગયેલા બે હજારથી વધુ વિદેશી જમાતી દેશમાં આમતેમ ફરી રહ્યાં છે.

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમને શોધીને દેશમાંથી બહાર નીકાળવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, મરકજમાંથી ગયેલા સંક્રમિતોના સંપર્કમાં 20 રાજ્યોના 16 શહેરોમાં ઓછામાં ઓછા 10 હજાર લોકો આવ્યા છે. રાજ્યોને પણ આ લોકોનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે. મરકજમાં સંક્રમણનો ખુલાસો થયા બાદ કેન્દ્રએ સમગ્ર દેશના 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના 16 હોટસ્પોટ નક્કી કર્ય છે. સોમવાર સુધીમાં આવા 10 હોટસ્પોટ હતા. આ તે જગ્યાઓ છે, જ્યાં સંક્રમણનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ શકે છે.