Public trust in US Supreme Court at 50-year low after abortion ruling
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મેસેચ્યુસેટ્સ, મોન્ટાના અને વિસ્કોન્સિન અને વોશિંગ્ટન, ડીસી સહિત ઓછામાં ઓછા સાત રાજ્યોના ન્યાયાધીશોએ મંગળવારે ઇમર્જન્સી ઓર્ડર્સ જારી કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દેશનિકાલ સામે સ્ટે મૂક્યો હતો. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે હજારો વિદ્યાર્થીના યુ.એસ.માં રહેવાના અધિકારો રદ કરવાનું શરૂ કર્યા કર્યા પછી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કોર્ટમાંથી રાહત મળી રહી છે.

વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીનો સ્ટુડન્ટ વિઝા 4 એપ્રિલના રોજ રદ કરવામાં આવ્યો હતો. કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું છે કે, ફાઈનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઇસ્સરદાસાનીને 10મે 2025ના ગેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત થવાની હતી. 22 નવેમ્બર 2024ના રોજ જ્યારે ઇસ્સરદાસાની તેના મિત્રો સાથે બહાર જઈ રહ્યા હતો ત્યારે તેનો બીજા ગ્રુપ સાથે ઝઘડો થયો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. આ પછી વિઝા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે મેડિસનના એક વકીલે ક્રિશ વતી કોર્ટમાં પ્રતિબંધના આદેશ માટે અપીલ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન વિસ્કોન્સિનના ન્યાયાધીશ વિલિયમ કોનલીએ આદેશ આપ્યો હતો કે,

ઇસ્સરદાસાનીને કોઈપણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. કેસની આગામી સુનાવણી 28 એપ્રિલે નક્કી કરવામાં આવી છે.

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ભારતીય સહિત 4 વિદ્યાર્થીઓએ તેમના સ્ટુડન્ટ વિઝા (F-1 સ્ટેટસ) અચાનક નોટિસ વિના રદ કરવા સામે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. જેમાં ભારતના ચિન્મય દેવરે, ચીનના બે વિદ્યાર્થીઓ, જિયાંગ્યુન બુ અને ક્વિ યાંગ અને નેપાળના યોગેશ જોશીનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DSS) અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ (ICE) સામે આ કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે SEVIS સિસ્ટમમાં યોગ્ય સૂચના અને કારણ વિના તેમનો વિઝા સ્ટેટસ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY