પ્રતિક તસવીર

કોવિડના કારણે યુકેમાં 156,958થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સે જણાવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ પર કોવિડનો ઉલ્લેખ કરાયો છે. 19 જાન્યુઆરીએ એક જ દિવસે સૌથી વધુ 1,484 લોકો કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. વાઇરસના પ્રથમ તરંગ દરમિયાન, 8 એપ્રિલ 2020ના રોજ 1,461 લોકોના મૃત્યુ થયા હતા.

ONS ના આંકડાઓ મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 13 ઓગસ્ટ સુધીના સપ્તાહમાં કોવિડ-19ના લીધે 57 કેર હોમ નિવાસીઓના મૃત્યુ નોંધાયા હતા. તે અગાઉના સપ્તાહે 50 લોકો મરણ પામ્યા હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ મળીને 42,805 કેર હોમના રહેવાસીઓના મૃત્યુના પ્રમાણપત્ર પર કોવિડ-19 કારણ અપાયું હતું.