ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે તે આંકડો 4.35 લાખ પર આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા સાત દિવસથી કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાના વધુ 36937 કેસો સાથે કુલ કેસની સંખ્યા 96 લાખને પાર પહોંચી છે અને વધુ 43151 લોકો સાજા થયા છે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 90,56,255ને પાર કરી ગઇ છે. આ દરમિયાન વધુ 527 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,663 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કેસનો આંકડો 96,06,271ને પાર કરી ગયો છે.
કોરોના કેસમાં ભારતભરમાં મહારાષ્ટ્ર હજુ પણ ટોચના ક્રમે છે, મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોમાંથી 86612 સક્રિય કેસ છે જ્યારે 47,472 લોકોના મૃત્યુ થયા છે, આ મામલે પણ મહારાષ્ટ્ર દેશમાં અગ્ર સ્થાને છે. જ્યારે રિકવરી રેટમાં પણ મહારાષ્ટ્રમાં આંકડો વધુ છે, છેલ્લા 24 કલાકમાં 8066 લોકો, કેરળમાં 5590, દિલ્હીમાં 4834 લોકોને સાજા થયા છે.